સુરતમાં Highest record, 24 કલાકમાં 265ને ચોંટ્યો Corona, વરાછા-કતારગામમાં સ્થિતિ ખરાબ


Updated: July 4, 2020, 9:09 PM IST
સુરતમાં Highest record, 24 કલાકમાં  265ને ચોંટ્યો Corona, વરાછા-કતારગામમાં સ્થિતિ ખરાબ
પ્રતિકાત્મક તસવીર

મૃત્યુઆંક 238 થયો છે. જેમાંથી 25 મૃત્યુ જિલ્લાના છે અને 213 શહેર વિસ્તારના છે.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 265 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 201 જયારે ગ્રામીણ વિસ્તારમાં 64 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 6232 પર પહોંચી છે, જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 238 પર પહોંચ્યો છે, તેવામાં આજે 144 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 265 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 201 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 5475 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 64 કેસ સાથે દર્દી સંખ્યા 757 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 6232 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 12 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 238 થયો છે. જેમાંથી 25 મૃત્યુ જિલ્લાના છે અને 213 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 122 જ્યારે જિલ્લામાં આજે 22 દર્દીને રજા આપતા, કુલ 144 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3779 થઈ છે. જેમાંથી જિલ્લાના 384 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 22, વરાછા એ ઝોનમાં 28, વરાછા બી 22, રાંદેર ઝોન 34, કતારગામ ઝોનમાં 60, લીબાયત ઝોનમાં 18, ઉધના ઝોનમાં 7 અને અથવા ઝોનમાં 10 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે. સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દીમાં પણ દર્દી માં ઉછાળો આવ્યો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દીમાં સતત વધારો થઇ રહીયો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે
First published: July 4, 2020, 9:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading