સુરતમાં Coronaએ તમામ Record તોડ્યો, 24 કલાકમાં 96 પોઝિટિવ


Updated: June 4, 2020, 1:14 AM IST
સુરતમાં Coronaએ તમામ Record તોડ્યો, 24 કલાકમાં 96 પોઝિટિવ
કોરોના સંક્રમણ (Coronavirus) માટે વેક્સીન (Vaccine)ની શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે કોમન કોલ્ડ (Common Cold) કે શરદી કોરોના સંક્રમણ (Covid 19)થી તમને બચાવે છે. શરદી માટે જે શરીરમાં ઇમ્યુનિટી બને છે તે લગભગ 17 વર્ષ સુધી કોરોના વાયરસથી થતા સંક્રમણથી શરીરને બચાવવામાં મદદગાર સાબિત થાય છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને શરદી થઇ છે જેમની કોરોના સંક્રમણમાં ઝપેટમાં આવવાની આશંકા ખૂબ જ ઓછી છે.

અત્યાર સુધીમાં ક્યારેય 80થી વધુ પોઝિટિવ કેસો નથી નોંધાયા જયારે આજે સૌ પ્રથમ વાર એક સાથે 96 પોઝિટિવ કેસો નોંધવા પામ્યા છે

  • Share this:
સુરત : કોરોનાએ આજે શહેર અને જિલ્લાનો રેકોર્ટ તોડ્યો છે. અત્યાર સુધીમાં ક્યારેય 80થી વધુ પોઝિટિવ કેસો નથી નોંધાયા જયારે આજે સૌ પ્રથમ વાર એક સાથે 96 પોઝિટિવ કેસો નોંધવા પામ્યા છે. આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1917 પર પહોંચી ગઈ છે. આજે વધુ બેના મોત થતા આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 76 થઈ ગયો છે.

સુરત શહેરમાં આજે વધુ બેના મોત થતા મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. જેમાં કોસાડ આવાસમાં રહેતા ૪૦ વર્ષીય વિજુબેન કાળુભાઈ પરમારનો રિપોર્ટ ૩૦ મેના રોજ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને એનીમિયાની બીમારી હતી. જ્યારે અન્ય એક ઉધનાના હરીનગરમાં રહેતા ૬૧ વર્ષીય અરૂણાબેન મહેશભાઈ ભૂતવાલાનો ૨૯ મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને બ્લડ પ્રેસર અને થાઈરોઈડની બીમારી હતી. સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૬.૧ ટકા થયો છે.

આજે 48 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 1168 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત અને કતારગામ ઝોનમાંથી આજે કુલ 17-17 કેસો મળી આવ્યા છે. જે દુકાનો નિયમોનું પાલન ન કરતા ન હોય તેવા 343 પાનના ગલ્લા અને 180 સલુન આજ સુધી બંધ કરાવવામાં આવ્યા હતા. નિયમ પાલન ન કરતી ચાની દુકાનોમાં પણ હવેથી કડક કાર્યવાહી કરવામાં આવશે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટિલ પરિસ્થિતિમાં કામ કરે છે.

રાયોટિંગના ગુનાના આરોપીઓને કોરોનાસલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે. આ આરોપીઓને રાયોટિંગના ગુનામાં પકડવામાં આવ્યાં છે. કુલ 20માંથી 5 આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તો અન્ય એક પ્રોહિબિશનના કેસમાં ઝડપાયેલી મહિલા આરોપીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 
First published: June 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading