સુરતમાં સ્થિતિ બગડી, આજે તો તમામ Record તૂટ્યા - 248ને Corona વળગ્યો, સરકાર ચિંતિત - CM આવશે સુરત


Updated: July 3, 2020, 11:57 PM IST
સુરતમાં સ્થિતિ બગડી, આજે તો તમામ Record તૂટ્યા - 248ને Corona વળગ્યો, સરકાર ચિંતિત - CM આવશે સુરત
પ્રતિકાત્મક તસવીર

દિવસે ને દિવસે સુરતની સ્થિતિ બગડતી જઈ રહી છે. એવામાં તાત્કાલિક કોઈ યોગ્ય આયોજન નહિં કરાય તો આ પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ વધારે ખરાબ થાય તેવી શક્યતા છે.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 190 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5967 પર પહોંચી છે, જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 226 પર પહોંચ્યો છે, તેવામાં આજે 87 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 248 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 190 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 5274 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 58 કેસ સાથે દર્દી સંખ્યા 693 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 5967પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 12 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 226 થયો છે. જેમાંથી 22 મૃત્યુ જિલ્લાના છે અને 204 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 58 જ્યારે જિલ્લામાં આજે 22 દર્દીને રજા આપતા, કુલ 78 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3635 થઈ છે. જેમાંથી જિલ્લાના 333 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 19, વરાછા એ ઝોનમાં 22, વરાછા બી 31, રાંદેર ઝોન 20, કતારગામ ઝોનમાં 53, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 11 અને અથવા ઝોનમાં 17 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દીમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે. સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોના ગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જોકે જિલ્લામાં ચોર્યાસી 10.ઓલપાડ 9, કામરેજ 20, પલસાણા 11, બારડોલી 3, અને માંગરોળ 5 કેસ નોંધાતા જિલ્લામાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે, અને તેમાં પણ કામરેજમાં સૌથી વધુ કેસ નોંધાયા છે કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

કોરોનને લઇને સુરતની સિરત બગડતા સીએમ સુરતમાં આવશે

સુરતમાં છેલ્લા એક મહિનાથી જે પ્રમાણે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેને આરોગ્ય વિભાગ અને સરકાર ચિંતા માં મુકાય છે. છેલ્લા ચાર દિવસથી આરોગ્ય સચિવ સુરતમાં છે અને કોરોના સંક્રમણ અટકાવવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમ છતાં કોરોના ને કારણે દિવસે ને દિવસે સુરતની સ્થિતિ બગડતી જઈ રહી છે. એવામાં તાત્કાલિક કોઈ યોગ્ય આયોજન નહિં કરાય તો આ પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ વધારે ખરાબ થાય તેવી શક્યતા છે. જેથી આવતીકાલે સીએમ વિજય રૂપાણી, ડે સીએમ નીતિન પટેલ સાથે સુરત સમીક્ષા કરવા માટે આવી રહ્યા છે.

છેલ્લા ચાર દિવસથી સુરતમાં 200 થી વધુ કેસો સુરતમાં આવી રહ્યા છે, અને કતારગામ અને વરાછામાં તો કેસો ગંભીર રીતે વધી રહ્યા છે. જેને લઇને મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવવા આવતી કાલે શનિવારે 4 જુલાઈએ સવારે સુરત દોડી આવશે.

મુખ્યમંત્રી સુરત જિલ્લા તંત્ર એ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી સુરતમાં બેઠક યોજીને મેળવશે સીએમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે . કૈલાસનાથન પણ સુરત આવશે. વિજય રૂપાણી આવતીકાલે સવારે 10:30 કલાકે સુરત પહોંચશે અને મિટિંગનો દોર પૂર્ણ કરી બપોરે પરત અમદાવાદ જશે.
First published: July 3, 2020, 8:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading