સુરતમાં Corona વકર્યો: highest આજે 239 લોકો Coronaની ઝપેટમાં, કતારગામ-વરાછામાં ભય


Updated: July 2, 2020, 8:59 PM IST
સુરતમાં Corona વકર્યો:  highest આજે 239 લોકો Coronaની ઝપેટમાં, કતારગામ-વરાછામાં ભય
પ્રતિકાત્મક તસવીર

કુલ દર્દી સંખ્યા 5719 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 209 પર પહોંચ્યો છે.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 239 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 191 જયારે ગ્રામીણ વિસ્તારમાં 48 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5719 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 209 પર પહોંચ્યો છે, તેવામાં આજે 159 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 239 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 191 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 5084 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 48 કેસ સાથે દર્દી સંખ્યા 635 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 5719 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 209 થયો છે. જેમાંથી 19 મૃત્યુ જિલ્લાના છે અને 190 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 133 જ્યારે જિલ્લામાં આજે 26 દર્દીને રજા આપતા, કુલ 159 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3548 થઈ છે. જેમાંથી જિલ્લાના 333 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આ પણ વાંચો - સુરતમાં હાહાકાર : હવે કાપડ માર્કેટમાં પણ Corona કેસ વધતા વેપારીઓ ચિંતિત, આજથી ડાયમંડ ઉદ્યોગ 10 દિવસ માટે બંધ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 19, વરાછા એ ઝોનમાં 41, વરાછા બી 24, રાંદેર ઝોન 19, કતારગામ ઝોનમાં 47, લીબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 11 અને અથવા ઝોનમાં 27 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દીમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દી માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે

જોકે જિલ્લામાં ચોર્યાસી 10, ઓલપાડ 8, કામરેજ 17,પલસાણા 4. બારડોલી 1, માંડવી 2, અને મહુવા 2 અને માંગરોળ 4 કેસ નોંધાતા જિલ્લામાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને તેમાં પણ કામરેજમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
First published: July 2, 2020, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading