PM Modi virtually address in Bharuch ભરૂચ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. આ સંવાદમાં એક બહેન લાભાર્થી સાથે વાત કરતા તેમણે રમૂજ કરી હતી. જે બાદ તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. આ સંવાદમાં પીએમ મોદીએ, મહિલા લાભાર્થીને તેમને મળતા લાભને કારણે શું મદદ થાય છે તે જણાવવા કહ્યુ હતું.
જેમાં લાભાર્થી બહેને જવાબ આપતા જણાવ્યુ કે, મારા પરિવારમાં છોકરા ભણાવવામાં સારો ફાયદો થયો છે. મારા ખાતામાં દર મહિને 1250 રુપિયા પડી જાય છે. તેનાથી મને ઘર ચલાવવામાં મદદ મળે છે. મારી નાની દુકાન પણ છે.
જે બાદ જ પીએમ મોદીએ તેમને પૂછ્યું હતુ કે, તમારી શેની દુકાન છે. તો તેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, મારી એક લારી છે જેમાં ચા અને નાસ્તો વેચું છું. હું સમોસા અને ભજીયા બનાવું છું. જે બોલતા બોલતા તે હસી પડ્યા. જેથી પીએમ મોદીએ પણ રમૂજમાં કહ્યુ કે, તમને એમ લાગે છે કે, હું ખાવા આવી જઇશ? તેના જવાબમાં મહિલાએ જવાબ આપ્ચો કે ખાવા આવી જાવ તો શું ખબર? જે બાદ પીએમ મોદીએ કહ્યું કે, હું પણ ચા બનાવતો હતો તમે પણ ચા બનાવો છો.