Home /News /south-gujarat /PM Modi in Gujarat: મને ગૌરવ છે કે, પાટિલ-પટેલની જોડીએ લોકોનો વિશ્વાસ જીત્યો : પીએમ મોદી

PM Modi in Gujarat: મને ગૌરવ છે કે, પાટિલ-પટેલની જોડીએ લોકોનો વિશ્વાસ જીત્યો : પીએમ મોદી

ચીખલીમાં પીએમ મોદી

Gujarat latest news: આજે મને એ વાતનું ગૌરવ છે કે, ગુજરાત છોડ્યા પછી જે લોકોએ ગુજરાતને સંભાળવાની જવાબદારી લીધી અને આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર.પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે, તેનું જ પરિણામ છે

નવસારી: ચીખલીમાં ગુજરાત ગૌરવ અભિયાન (Gujarat Gaurav Abhiyan) કાર્યક્રમમાં પીએમ મોદી (PM Modi in Gujarat Gaurav Abhiyan) ઉપસ્થિત થયા હતા. જેમા દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોનું હજારો કરોડોના ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અન લોકાર્પણ કર્યું છે. જેમાં તેમમે ત્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આદિવાસી (Adivasi) ભાઇ બહેનોને જોઇને ખુશી વ્યક્ત કરી. આ સાથે તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની (C R Patil) જોડી દ્વારા કરવામાં આવતા કાર્યોને પણ બીરદાવ્યા.

'પટેલ પાટીલની જોડીએ ઉત્સાહથી કામ કર્યુ'

પીએમ મોદીએ જણાવ્યું કે, 'પટેલ અને પાટીલની જોડીએ એ કરી બતાવ્યું જે હું ન કરી શક્યો. આજે મને એ વાતનું ગૌરવ છે કે, ગુજરાત છોડ્યા પછી જે લોકોએ ગુજરાતને સંભાળવાની જવાબદારી લીધી અને આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર.પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે, તેનું જ પરિણામ છે કે, મારી સામે 5 લાખ લોકોનો વિશાળ સમૂહ ઉપસ્થિત છે.'



'આ સુવિધાઓથી રોજગારીની તક મળશે'

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, 'આજે મને 3,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી. આ તમામ પ્રોજેક્ટ સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કરોડો મિત્રોનું જીવન સરળ બનાવશે. વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને તમામ પ્રકારની કનેક્ટિવિટીનો આ પ્રોજેક્ટ, ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તારોમાં, આ સુવિધાઓને રોજગારીની તકો સાથે જોડવામાં આવશે.'

પીએમ મોદીનું આખું સંબોધન નીચેની લીંક પરથી સાંભળો



તેમણે વધુમાં જણાવ્યુ કે, 'ગુજરાતની ડબલ એન્જિન સરકાર સો ટકા સશક્તિકરણની ઝુંબેશમાં પૂરજોશમાં લાગેલી છે. હું ભૂપેન્દ્રભાઈ, સીઆર પાટીલ અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.'
First published:

Tags: Gujarat BJP, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, વડાપ્રધાન નરેન્દ્ર મોદી