નવસારી : ગુજરાતમાં વર્ષના અંતે ચૂંટણી (Gujarat Election) આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોના દિગ્ગજો રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. આજે ચાર દિગ્ગજ નેતા આજે ગુજરાતમાં (Gujarat VIsit) ઉપસ્થિત રહેશે. આજે નરેન્દ્ર મોદી (Narendra Modi) નવસારીમાં, અમિત શાહ (Amit Shah) અમદાવાદમાં, સ્મૃતિ ઈરાની (Smruti Irani) કચ્છમાં અને આનંદીબેન પટેલ (Anandiben Patel) ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ચીખલીમાં પીએમનું સંબોધન
પીએમ મોદીએ જણાવ્યું કે, 'પટેલ અને પાટીલની જોડીએ એ કરી બતાવ્યું જે હું ન કરી શક્યો. આજે મને એ વાતનું ગૌરવ છે કે, ગુજરાત છોડ્યા પછી જે લોકોએ ગુજરાતને સંભાળવાની જવાબદારી લીધી અને આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર.પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે, તેનું જ પરિણામ છે કે, મારી સામે 5 લાખ લોકોનો વિશાળ સમૂહ ઉપસ્થિત છે.'
ગુજરાત ગૌરવ અભિયાનમાં પીએમ મોદી
નવસારીનાં ચીખલીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં સવારે 11 કલાકે ઉપસ્થિત થયા છે. જેમા દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અન લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે બાદ તેઓ નવસારી જવા રવાના થશે. બપોરે 12.15 વાગે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ. એમ. નાઈક હેલ્થકેર કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે બાદ તેઓ અમદાવાદ આવવા રવાના થશે.
અમદાવાદમાં આજે પીએમ મોદીની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસનાં પ્રવાસે છે. આજે બપોરે 1.00 વાગે અમિત શાહ અમદાવાદ પહોંચશે. સાંજે 4.00 વાગે પીએમ મોદીની સાથે ઈસરોનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે 11 જૂને દિવમાં વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમાં ભાગ લેશે. રાત્રિ રોકાણ પણ દીવમાં જ કરશે. આ સાથે 12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ગાંધીનગરમાં મનપા અને GUDA નાં કાર્યક્રમમાં હાજરી આપશે. આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાંજે અમદાવાદનાં શેલામાં નવા તળાવનું લોકાર્પણ કરશે. અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો ખુલ્લા મૂકશે.
આ ઉપરાંત ગાંધીનગરમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલ આજે સાંજે 5.30 વાગે Entrepreneurship Devlopment Institute of India (EDII) નાં 21માં કોન્વોકેશન કાર્યક્મમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસ કચ્છના પ્રવાસે આવવાના છે. આજે સવારે 11.30 વાગે ભુજના ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે જિલ્લાના કુપોષિત બાળકોને સૂપોશિત કિટ અર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ જિલ્લાના સિનિયર પાર્ટી મેમ્બર સાથે બેઠક કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર