પાણી પૂરવઠા યોજનાની પાઇપ લાઇન ધોવાઇ પૂરના પાણીમાં, ભ્રષ્ટાચારનો આક્ષેપ

ગુજરાત સરકારના પાણી પૂરવઠા યોજનાની લાઈનના પૈસા ગયા પૂરના પાણીમાં, આ અહેવાલ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો.

News18 Gujarati
Updated: August 14, 2019, 5:48 PM IST
પાણી પૂરવઠા યોજનાની પાઇપ લાઇન ધોવાઇ પૂરના પાણીમાં, ભ્રષ્ટાચારનો આક્ષેપ
ગુજરાત સરકારના પાણી પૂરવઠા યોજનાની લાઈનના પૈસા ગયા પૂરના પાણીમાં, આ અહેવાલ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો.
News18 Gujarati
Updated: August 14, 2019, 5:48 PM IST
કેતન પટેલ, સુરતઃ સુરત જિલ્લામાં પૂરની સ્થિતિ બાદ હવે નુકસાની બહાર આવી રહી છે. જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં પાણી માટે જીવા દોરી સમાન કાકરાપાર પાણી જૂથ યોજના લાઈનો પાણીના પ્રવાહમાં તૂટી ગઈ છે. જેના કારણે પાણીનો પ્રવાહ અટકી જતા ઘણા ગામોને અસર થઈ રહી છે. તંત્ર દ્વારા હજુ પણ મરામત માટે ઠોસ કાર્યવાહી જોવા મળી નથી રહી.

સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના કચ્છીયા બોરી ગામમાં થોડા દિવસો પહેલા આવેલા પૂરની માઠી અસર અહીં જોવા મળી હતી. કારણ કચ્છીયા બોરી ગામેથી કાકરાપાર પાણી જૂથ યોજના લાઈનો નાખી શરૂ કરાઇ હતી. જોકે થોડા દિવસો પહેલા ભારે વરસાદ અને સ્થાનિક વરેહ નદીમાં પૂર આવતા આખી લાઈન તૂટી અને પાણીમાં તણાઈ ગઈ હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ પ્રેમિકાની વફાદારી તપાસવા આ વ્યક્તિ આપી રહ્યો છે 13 લાખ કેસ અને લક્ઝરી કાર

જોકે આ યોજનાના શરૂઆતના તબક્કાથી જ વિવાદનો પર્યાય બન્યું હતું. કારણ કે 55થી 60 જેટલા ગામો નિર્ભર હોવા છતાં ઘણા ગામોમાં લઇ હજુ પોહચી નથી. અને એ બાબતે સ્થાનિક કક્ષાથી વિધાનસભા સુધી મુદ્દો ગરમાયો પણ હતો.

વરેહ નદીમાં પૂર અને આમલી ડેમનું પણ પાણી ફરી વળતા દ્રશ્યોમાં દેખાયાં મુજબ લાઈનો તૂટી છે, યોજના આખી ધોવાઈ ગયેલી છે. ગંભીર ઘટના હોવા છતાં કચેરીમાં બેસી સ્થાનિક અધિકારીઓ સબ સલામતની વાતો કરી રહ્યા છે. તેમજ કામ ચલાવ પાઇપો નાખી યોજના શરૂ હોવાનું રટણ કરી રહ્યા છે.

અનેક વાર રજૂઆતો અને ચેતવણી પણ અપાઈ હતી. કે પાણી ન વધારે પ્રવાહથી લાઈનને નુકસાન થશે. પરંતુ બાદમાં ઠોસ કાર્યવાહી થઈના હતી અને આખરે બન્યું પણ એવુંજ કે આદિવાસી વિસ્તારમાં જીવાદોરી સમાન પીવાના પાણીની યોજના ખેડાન મેદાન થઈ હાલ પાણીમાં તણાઈ ગઈ છે. અગાઉ પણ પ્રથમ ટેસ્ટિંગ માજ લાઈન ફેલ થઈ હતી. પાણી જૂથ યોજના હાઈ લેવલની કરાય અથવા અંદર ગ્રાઉન્ડ બનાવાયતો ભવિષ્યમાં પણ આવી હોનારત અને નુકસાની અટકી
શકે એમ છે.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...