તાપીઃ હોસ્ટેલમાં રહેતી 3 વિદ્યાર્થિનીઓને કરંટ લાગતા એકનું મોત, બે ગંભીર

News18 Gujarati
Updated: August 12, 2019, 4:40 PM IST
તાપીઃ હોસ્ટેલમાં રહેતી 3 વિદ્યાર્થિનીઓને કરંટ લાગતા એકનું મોત, બે ગંભીર
ઘાયલ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

  • Share this:
નરેન્દ્ર ભુવેચીત્રા, તાપીઃ તાપીના વ્યારામાં દક્ષિણાપથ વિદ્યાલયની ત્રણ વિદ્યાર્થિનીઓને ઇલેક્ટ્રિક કરંટ લાગવાની ઘટના સામે આવી છે. દૂર્ઘટનામાં એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક વિગત પ્રમાણે શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. જેમાં વૃક્ષ પરથી પડેલો લોખંડનો સળિયો વીજ તાર પર પડ્યો હતો, જેને અડ્યા બાદ વિદ્યાર્થિનીઓને કરંટ લાગ્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ Man Vs Wild: આજે બેયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરશે પીએમ મોદી

ઘટનામાં ઘાયલ વિદ્યાર્થિનીઓને વ્યારા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેમાંથી એક વિદ્યાર્થિનીની સ્થિતિ વધુ નાજુક જણાતા તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...