Home /News /south-gujarat /નવસારીનો લાલબત્તી સમાન કિસ્સો: 60 વર્ષનો વૃદ્ધ કિશોરી સાથે કરતો રોજ દુષ્કર્મ, માતાએ આ રીતે ફોડ્યો ભાંડો

નવસારીનો લાલબત્તી સમાન કિસ્સો: 60 વર્ષનો વૃદ્ધ કિશોરી સાથે કરતો રોજ દુષ્કર્મ, માતાએ આ રીતે ફોડ્યો ભાંડો

પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

Navsari news: મજૂરી કામે જતા માતાપિતાના ઘરમાં રહેતી છોકરીને લલચાવી ફોસલાવીને રમવાના બહાને શેરડીના ખેતરે આવેલા ડેલે લઇ જઇ ફળિયામાં જ રહેતા ચંપક નામના વૃદ્ધે દુષ્કર્મ કર્યુ હતું.

નવસારી : વાસંદામાં (Navsari) ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. વાંસદા પંથકના એક ગામમાં 60 વર્ષના વૃદ્ધ ચંપક પટેલે 13 વર્ષની છોકરી પર દુષ્કર્મ (rape on minor) ગુજાર્યું છે. માતાપિતા મજૂરી કામે બહાર ગયા હતા ત્યારે એકલી રહેતી છોકરીને ફળિયામાં જ રહેતા વૃદ્ધે શેરડીના ડેલે લઇ જઇ અવારનવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાની માતાએ આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાંસદા પંથકમાં મજૂરી કામે જતા માતાપિતાના ઘરમાં રહેતી છોકરીને લલચાવી ફોસલાવીને રમવાના બહાને શેરડીના ખેતરે આવેલા ડેલે લઇ જઇ ફળિયામાં જ રહેતા ચંપક નામના વૃદ્ધે દુષ્કર્મ કર્યુ હતું. એક દિવસ છોકરીની માતા ઘરે બપોરે જમવા આવી હતી તેની માતાએ જોતા જોયું કે છોકરી ધૂળવાળી હતી. ત્યારે માતાએ છોકરીને પૂછ્યું કે તું ક્યાં ગઇ હતી? ત્યારે છોકરીએ કહ્યું કે હું મોટી મમ્મીને ત્યાં ગઇ હતી.

જોકે, ત્યારબાદ ફરી માતા નજીકના ખેતરમાં કામ કરવા જતી રહી હતી. જે બાદ તે સાંજે ૩ વાગે ફરી ઘરે પાણી પીવા આવી ત્યારે સગીરાની માતાને તેની જેઠાણીએ ઘરે આવીને કહ્યું કે, તારી છોકરીને તું સાચવ. આ સવાલ પર માતાને ધ્રાસકો પડ્યો હતો જેથી તેણે પૂછ્યું હતું કે, મારી છોકરીએ વળી તારી સાથે શું કર્યું તો તું આવું કહે છે. ત્યારે જેઠાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તારી છોકરી અને એક 60 વર્ષના વૃદ્ધને ઘણીવાર શેરડીના ખેતરમાં એકસાથે જોયા છે. એટલે એનું ધ્યાન રાખજે.

આ પણ વાંચો: ચોમાસાની શરૂઆતમાં જ કરૂણ ઘટના, અમદાવાદમાં કરંટ લાગવાથી બાળક અને મહિલાનું મોત

જે બાદ સાંજે 5 વાગે માતા ઘરે આવી ત્યારે પતિ અને સાસુની રૂબરૂમાં છોકરીને આ અંગે પૂછ્યું હતુ. જે બાગ છોકરીએ બધાની સામે તેની માતાને જણાવ્યું કે, ચંપકભાઈ (ઉ.વ. 60) એ તેમના શેરડીના ખેતરમાં રહેવા માટે ડેલું બનાવ્યું છે ત્યાં મને રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ રોજ બોલાવતો હતો. ત્યાં મને તે તેનો મોબાઈલ ફોન ગીત સાંભળવા આપી મારી સાથે ન કરવાનું કૃત્ય કરતો હતો. જે બાદ મને ધમકી પણ આપતો કે, આ અંગે તું કોઇને પણ જાણ કરીશ તો હું તને ધારિયાથી જાનથી મારી નાંખીશ. આજે પણ શેરડીના ડેલુમાં બોલાવી મોબાઈલમાં ગીત સંભળાવી વૃદ્ધે દુષ્કર્મ કરતાં માતાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધને પકડી પાડયો હતો.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આવ્યા કોરોનાની ઝપેટમાં

ખંભાળિયામાં પણ આવી જ એક ફરિયાદ સામે આવી હતી. ખંભાળિયામાં રહેતા એક પરિવારની સગીર વયની બે સગી બહેનો પર દુષ્કર્મ ગુજારવા અંગેની ફરિયાદ સંદર્ભે પોલીસે મુખ્ય આરોપી સાથે મદદગારી કરનારા બે શખ્સોની પણ વિધિવત રીતે ધરપકડ કરી હતી.ખંભાળિયામાં રહેતા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે અહીંની એક સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ વચ્ચે તે શખ્સ દ્વારા આ સગીરાના પ્રેગ્નન્સી ટેસ્ટ માટે બોલાવી અને તેણી સાથે આવેલી તેણીની નાની બહેન પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકરણમાં આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ પણ મદદગારી કરી, મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે બંને સગીર બહેનોના પિતાએ જુદી-જુદી કલમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
First published:

Tags: ગુજરાત, નવસારી