ભારે વરસાદમાં પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખુલ્લું, પ્રવાસીઓ સંખ્યામાં ઘટાડો

News18 Gujarati
Updated: August 10, 2019, 6:44 PM IST
ભારે વરસાદમાં પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખુલ્લું, પ્રવાસીઓ સંખ્યામાં ઘટાડો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સરદાર સરોવરમાંથી પાણી છોડાયા બાદ સ્ટેચ્યૂના પરિસર વિસ્તારની નજીક નદીમાં પાણી આવતા નયમરમ્ય નજારો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદ અને સરદાર સરોવરના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં તાજેતરમાં જ સરદાર સરોવરના દરાવાજા ખુલ્લા મૂકાયા હતા. ડેમમાંથી પાણી છોડાયા બાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર પહેલી વાર સાધુબેટ પર પાણી આવ્યું હતું. આ પાણીની આવક થતા સ્ટેચ્યૂની વ્યૂઇંગ ગેલેરીમાંથી અદભૂત નજારો જોવા મળ્યો હતો. સતત વરસાદની વચ્ચે પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું છે. જોકે, વરસાદના પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

પ્રાપ્તે અહેવાલો મુજબ ડેમમાંથી પાણી છોડાયા બાદ પ્રવાસીઓ આ નજારો જોવા માટે છેલ્લા બે દિવસમાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા પરંતુ ભારે વરસાદના કારણે આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો :  ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, 1 હજાર લોકોનું સ્થળાંતર

રવિવારે મુલાકાત માણી શકાશે
રવિવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. ભારે વરસાદમાં પણ સ્ટેચ્યૂ પ્રવાસીઓ માટે બંધ કરાયું નથી. સોમવારે નિયમ મુજબ એક દિવસ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.

ભારે વરસાદની આગાહી
Loading...

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સેન્ટ્રલ મધ્યપ્રદેશ પર ડીપ ડીપ્રેશન સક્રિય છે જે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની જશે.
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...