નવસારી: ઝોમાટોના ડિલિવરી બોયને પૉશ વિસ્તારમાં માર મરાયો, આખો બનાવ સીસીટીવીમાં કેદ

બનાવ સીસીટીવીમાં કેદ થયો.

Navsari Zomato delivery boy: નવસારી શહેરના પૉશ ગણાતા જયશંકર પાર્ટી પ્લોટ પાસે આવેલા રાજહંસ કોરલ એપાર્ટમેન્ટનાં રહીશોએ ઝોમાટોના ડિલિવરી બોયને માર માર્યો હતો.

  • Share this:
    નવસારી: નવસારીના ખૂબ પૉશ વિસ્તારમાં ઝોમાટોના ડિલિવરી બોય (Zomato delivery boy attacked) પર હુમલાની ઘટના બની છે. જોકે, આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ (Police complaint) નથી કરવામાં આવી. કોરોના કાળમાં ઝોમાટો સહિત અન્ય ડિલિવરી કંપનીઓએ લોકોને ઘર બેઠા ભોજન પૂરું પાડ્યું હતું. ડિલિવરી બોય પર હુમલાની ઘટનાથી ઝોમાટો માટે કામ કરતા કર્મીઓમાં રોષની લાગણી વ્યાપી છે. ડિલિવરી બોયને શા માટે માર મારવામાં આવ્યો હતો તેનું કારણ જાણવા મળ્યું નથી. જોકે, આ અંગેના સીસીટીવી ફૂટેજ (Zomato boy beaten CCTV footage) સામે આવ્યા છે.

    મારની ઘટના સીસીટીવીમાં કેદ

    નવસારી શહેરના પૉશ ગણાતા જયશંકર પાર્ટી પ્લોટ પાસે આવેલા રાજહંસ કોરલ એપાર્ટમેન્ટ (Rajhans Coral apartment)નાં રહીશોએ ઝોમાટોના ડિલિવરી બોયને માર માર્યો હતો. માર મારવા અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે, ડિલિવરી બોયને કયા કારણે માર મારવામાં આવ્યો હતો તે સ્પષ્ટ થયું નથી. હાલ ડિલિવરી બોયને માર મારવાનો કિસ્સો ટોક ઑફ ધ ટાઉન બન્યો છે. બીજી તરફ ઝોમાટો માટે ડિલિવરીનું કામ કરતા લોકોમાં આ બનાવ બાદ રોષ વ્યાપી ગયો છે. તેમનું કહેવું છે કે ડિલિવરી બોયને કારણ વગર માર મારવામાં આવ્યો છે. માર મારનાર લોકોને સજા આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

    આ પણ વાંચો: વિદાયની કલાકમાં જ દુલ્હન, દુલ્હા અને જાન સાથે પરત આવી, ગામમાં 'ભૂકંપ' 

    કોઈ ફરિયાદ નહીં

    આ મામલે મળતી માહિતી પ્રમાણે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. વાયરલ થઈ રહેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ઝોમાટોનો ડિલિવરી બોય એક એપાર્ટમેન્ટ ખાતે આવી પહોંચે છે અને ઉપર જવા માટે લિફ્ટનું બટન દબાવે છે. આ દરમિયાન ત્યાં સોફા પર બેસીને મોબાઇલ ફોન પર વાત કરી રહેલો યુવક તેની પાસે આવી પહોંચે છે અને ઝોમાટોના ડિલિવરી બોયને બહાર નીકળી જવાનું કહેતો હોય તેવો ઈશારો કરે છે. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી અને મારામારી થાય છે.

    આ પણ વાંચો: ચેતવણીરૂપ કિસ્સો: અમદાવાદની મહિલાને ઓનલાઇન મિત્રતા ભારે પડી, ગઠીયાએ આ રીતે 'બાટલી'માં ઉતારી દીધી 

    અન્ય રહીશોએ દરમિયાનગીરી કરી

    સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, યુવક ઝોમાટોના ડિલિવરી બોયની કેપ ફેંકી દે છે, તેમજ મોબાઇલ ફોન પણ ઝૂંટવી લે છે. જે બાદમાં બંને વચ્ચે ઝપાઝપી થાય છે. આ દરમિયાન અન્ય એક રહીશ દોડી આવે છે અને બંનેને અલગ પાડે છે. થોડા સમય બાદ અન્ય એક રહીશ અને મહિલા પણ દોડી આવે છે અને બંનેને અલગ પાડે છે. ઝપાઝપી દરમિયાન ઝોમાટોના ડિલિવરી બોયના કપડાં પણ ફાટી જાય છે.

    આ પણ વાંચો: ભાવનગર: મુખ્યમંત્રી શહેરમાં હતા ત્યારે જ અસામાજિક તત્વો બેફામ, આધેડ પર હુમલો, ખુલ્લા હથિયારો સાથે ભાગ્યા 


    આ અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે એપાર્ટમેન્ટના રહીશો એવું કહી રહ્યા છે કે, ઝોમાટો ડિલિવરી બોયને માર મારનાર યુવક એપોર્ટમેન્ટના અન્ય રહીશો સાથે પણ અવારનવાર ઝઘડા કરતો રહે છે. ઝોમાટો ડિલિવરી બોય સાથે તેને શું તકરાર થઈ હતી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: