Home /News /south-gujarat /Navsari News: 17 કરોડના ખર્ચે બની રહ્યું અધ્યતન બસ સ્ટેન્ડ, સુવિધા એવી હશે કે ફરવા જવાનું મન થશે!

Navsari News: 17 કરોડના ખર્ચે બની રહ્યું અધ્યતન બસ સ્ટેન્ડ, સુવિધા એવી હશે કે ફરવા જવાનું મન થશે!

X
ઇમારત 

ઇમારત 

17 કરોડના ખર્ચે બની રહેલા નવસારી ડેપોની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.  નવસારી ડેપો હસ્તક 85 એસટી બસો ઉપરાંત 250 થી વધુ જેટલી અન્ય વિસ્તારોની બસોનુ આવા ગમન છે.

    Navsari: વધુ બસ સારી બસના સ્લોગન સાથે મુસાફરોની સવલતમાં વધારો કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહી છે ત્યારે નવસારીની જનતાને પણ રાજ્યનું એક માત્ર અધ્યતન ડેપો મળવા જઈ રહ્યું છે. કોરોના કાળ પહેલાથી નવસારી જિલ્લામાં અધ્યતન આધુનિક સીસીટીવીથી સજજ ડેપો બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે 17 કરોડના ખર્ચે બની રહેલા આ ડેપોની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

    નવસારી ડેપો હસ્તક 85 એસટી બસો ઉપરાંત 250થી વધુ જેટલી અન્ય વિસ્તારોની બસોનુ આવા ગમન છે. જેમાં નવસારી ડેપોની 545 અને બહારની 900 જેટલી ટ્રીપોનું સંચાલન કરાય છે. હાલ જ્યારે ડેપોની કામગીરીમાં વિલંબ થઈ રહ્યું છે ત્યારે ડેપોની બાજુમાં સાંકળી જગ્યામાં નવસારી ડેપો કાર્યરત છે. જેથી વહેલી તકે તમામ કામગીરી પૂર્ણ થતા સાથે જ નવસારીને અધ્યતન ડેપો મળશે તેમ એસ. ટી તંત્ર દ્વારા જણાવ્યું છે.


    નવસારી શહેરમાં બની રહેલા આ એસટી ડેપોમાં 10 જેટલા બસ માટેના પ્લેટફોર્મ મુસાફરો માટે વેટિંગ એરિયા, પાર્સલ રુમ 8 થી 10 દુકાનો, શૌચાલય બાથરૂમ અને ઓફિસેથી માંડીને તમામ વસ્તુ સીસીટીવી કેમેરાથી સજ્જ કરાઇ છે. મહત્વનું છે કે ડેપોની ડિઝાઇન બાબતે અને કોરોના કાળને લઈને કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે પરંતુ 2023 દરમિયાન આ ડેપો પ્રજાની સુવિધામાં ખુલ્લુ મકાઈ એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
    First published:

    Tags: Bus stand, Local 18, નવસારી

    विज्ञापन