Home /News /south-gujarat /Navsari: તમને 1.20 લાખના ઘરેણાં મળે તો? 108ના કર્મીએ તો કંઇક આવું કર્યું!

Navsari: તમને 1.20 લાખના ઘરેણાં મળે તો? 108ના કર્મીએ તો કંઇક આવું કર્યું!

X
ઘાયલ

ઘાયલ દર્દીના ઘરેણાં અને જીવ બચાવનાર કર્મચારી 

હાલના કળયુગમાં ઈમાનદાર બનવાના અનેક પ્રયાસો લોકો કરતા હોય છે. પરંતુ નવસારીના મરોલીના 108 કર્મચારીઓ વગર પ્રયત્નોએ માનવસેવા કરીને આરોગ્ય સુવિધા અને વહીવટી તંત્રનું નામ રોશન કર્યું છે. ઘાયલ દર્દીના 1.20 લાખના ઘરેણાં પરત કરી માનવતા મહેકાવી 

વધુ જુઓ ...
  Sagar Solanki, Navsari: હાલના સમયમાં બે ટકના ભોજન માટે સતત જજુમતો રહેતા જીવમાં હજી પણ આ દુનિયામાં માનવતા યથાવત છે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં108ના કર્મચારીએ અક્સ્માતનો ભોગ બનેલા દર્દીના એક લાખ વીસ હજાર રૂપિયા બચાવી સાથે તેનો જીવ પણ બચાવ્યો.નવસારી જીલ્લાના મરોલી108 એમ્બ્યુલન્સ કર્મીની પ્રમાણિકતા જેની લોકો સરાહના કરી રહ્યા છે. ટ્રેન એકસીડન્ટમાં ઘાયલ થયેલા યુવકના ઘરેણા અને સમાન ગુમ થવાથી બચાવ્યા છે. જે અન્ય લોકો માટે પણ સીખ સમાન કાર્ય છે.

  ઘટના કઈક એવી હતી કે મરોલી 108 એમ્બ્યુલન્સના કર્મચારીને ટ્રેઈન અકસ્માતનો એક કોળ મળ્યો હતો. આ કોલ અટેન્ડ કરવા તેઓ સ્થળ પર પહોચ્યા. મહત્વનું છે કે અકસ્માત સમયે પેશન્ટના ઘરેણા અને નાણા પર જો કોઈ બદ ઈરાદો ધરાવતા વ્યક્તિની નજર પડે તે ત્યાંથી ચોરી થવાની શક્યતાઓ રહેલી છે. જેની પહેલાજ કોલ પર પહોચેલા મરોલી 108ના કર્મચારી રહેવર કુલદીપસિંહ નાઓએ ઘટના સ્થળેથી ઘાયલ થયેલા વ્યક્તિના ઘરેણા લઇ પહેલા સલામત રીતે એમ્બ્યુલન્સમાં મુક્યા હતા. જેમાં સોનાની બે વીટી ગળામાં ચેઈન આ તમામ સામગ્રી108ના પેરામેડીકલ સ્ટાફે સહીસલામત રાખી ત્યાર બાદ ઘટનામાં ઘાયલ થયેલા દર્દીનો ફોન તૂટી જતા ઓપરેટ થાય એ પ્રકારનો નહી હોવાથી તમથી નમ્બર લઇ તેના પરિવારને જાણ કરી તેમણે પોતાની ફરજ જ નહી પરંતુ માનવ ધર્મ પણ નિભાવ્યો હતો.  જલાલપુર તાલુકાના મરોલી ગામ ખાતે આવેલા રેલ્વે સ્ટેશનથી થોડા દૂર સુરત તરફ જયેશભાઈ નામના અજાણ્યા વ્યક્તિ કે જેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને ટ્રેનમાં દરવાજા જોડે ઊભા હતા જે દરમિયાન ચાલુ ટ્રેને તે પડી ગયા હતા. તેમને માટે તેમના સારવાર માટે સ્ટેશન માસ્તરે 108 ને કોલ કર્યો હતો. જેને લઈને 108 ની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી સ્પાઇન સ્ટ્રેચર અને ફર્સ્ટ બોક્સ લઈને ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ભોગ બનનાર બેભાન અવસ્થામાં તેમને મળી આવ્યો હતો. જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી પરંતુ તેની અગાઉ ઘટના સ્થળ પર તેમના હાથમાં બે નંગ સોનાની વીંટી અને ગળામાં સોનાનો દોરો પહેર્યો હતો જેને 108 ની ટીમ સંભાળીને મૂકી દીધા હતા. સામાન્ય રીતે આવી ઘટનામાં બેભાન વ્યક્તિ સાથે ઘરેણા અને નાણાંની ચોરીની ઘટના બનતી હોય છે જેને ધ્યાન રાખીને 108 ના કર્મચારીએ સરાહનીય કામગીરી કરી હતી. 108 ના કર્મચારી રહેવર કુલદીપ સિંહ તેમના સગા સંબંધીને તાત્કાલિક જાણ કરી હતી સગા સંબંધી હોસ્પિટલમાં પહોંચતા જ ખરાઈ કરીને આ ઘરેણા પરત કર્યા હતા જેની કિંમત કુલ 1,20,000 હતી.

  108 એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થનો સંજીવની પુરવાર થઈ હોય તેવી આ ઘટના છે. કર્મ સાથે સેવા અને તેની પણ સાથે માનવતા આ 108 કર્મચારીઓ ઉદાહરણ છે,  કળયુગમાં ઈમાનદાર બનવાના અનેક પ્રયાસો લોકો કરતા હોય છે. પરંતુ નવસારીના મરોલીના 108 કર્મચારીઓ વગર પ્રયત્નોએ માનવસેવા કરીને આરોગ્ય સુવિધા અને વહીવટી તંત્રનું નામ રોશન કર્યું છે. મોટાભાગે ઘરેણા જોઈને કોઈપણ વ્યક્તિનું ઈમાન ડગમગી જતું હોય છે પરંતુ આ કર્મી એ ઘરેણા અને નાણા જોઈને પોતાનું ઈમાન ડગાવ્યા વગર GREEN EMRI 108 ઇમરજન્સી સેવાના કર્મચારીએ પ્રજા માટે દાખલો બેસાડ્યો છે.
  108 એમ્બ્યુલન્સ નવસારી જિલ્લાના મરોલી ના આ કર્મચારીને અધિકારી મયંક ચૌધરી અને તેમના પણ ઉપરી અધિકારીઓ દ્વારા સન્માન કરાયું હતું. સાથે જનતાને પણ માનવતાના રસ્તે ચાલવા અપીલ કરી હતી.
  First published:

  Tags: 108 ambulance, Local 18, નવસારી

  विज्ञापन
  विज्ञापन