રાજન રાજપુત, નવસારીઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જો કે વરસાદની વચ્ચે પણ ડ્યૂટી કરી રહેલા નવસારીના પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે. મૂશળધાર વરસી રહેલા વરસાદ વચ્ચે જવાન પોતાની ડ્યૂટી કરી રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વાયરલ થયેલો આ વીડિયો નવસારીમાં આવેલા વિવેકાનંદ સર્કલનો હોવાનું સામે આવ્યું છે. જવાન રેઇનકોટ વગર પોતાની ડ્યૂટી નિષ્ટા પૂર્વક નિભાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.
એક તરફ જિલ્લામાં વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી, આ ટ્રાફિકને ક્લિયર કરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પોલીસ જવાનનો વીડિયો વાયુવેગે વાયરલ બન્યો છે. તો લોકો પણ તેની કામગીરીના વખાણ કરી રહ્યાં છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર