દમણ: Voteના બદલે Note આપતો Video વાયરલ, વિપક્ષનો આક્ષેપ - 'ભાજપના ઉમેદવાર પૈસા આપી રહ્યા'

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

એક વ્યક્તિ મતદારોને રીઝવવા ખુલે આમ. પ્રલોભન રૂપે પૈસા આપી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે

 • Share this:
  ભરતસિંહ વાઢેર, દમણ : સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. પ્રદેશમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જોકે કેટલીક જગ્યાએથી મતદાનની પ્રક્રિયામાં ગેરરીતિ પણ આચરવામાં આવી રહ્યું હોવાની સોશિયલ મીડિયામાં વાતો વહેતી થઇ છે. તે મુજબ દમણ નગરપાલિકાના વોર્ડ નંબર-2માં એક ઉમેદવાર દ્વારા મતદારોને રીઝવવા માટે મતદાન મથક નજીકથી જ વોટના બદલે નોટ આપતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

  પ્રદેશમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો દમણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં એક મતદાન મથક નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ વીડિયોની ન્યૂઝ18 પુષ્ટી કરતું નથી. વીડિયોમાં દેખાતા દૃશ્ય મુજબ એક વ્યક્તિ મતદારોને રીઝવવા ખુલે આમ. પ્રલોભન રૂપે પૈસા આપી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિ વોર્ડ નંબર બેના ભાજપના ઉમેદવાર મારિયો લપેઝ હોવાનું તેમના હરિફ પક્ષો આક્ષેપ કરી રહ્યા છે. આમ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદારોને રીઝવવા ભાજપ દ્વારા મતદારોને રૂપિયા આપી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષ અને હરીફ પક્ષો વીડિયોની તપાસ કરી અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

  પત્નીનો ગજબ પ્રેમ: પતિની અર્થીની પ્રદક્ષિણા કરી ચરણોમાં જ દમ તોડ્યો, '7 જન્મ સાથ નિભાએંગે'

  પત્નીનો ગજબ પ્રેમ: પતિની અર્થીની પ્રદક્ષિણા કરી ચરણોમાં જ દમ તોડ્યો, '7 જન્મ સાથ નિભાએંગે'

  ઉલ્લેખનીય છે કે, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ પ્રદેશમાં દમણ જિલ્લા પંચાયત અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત, સેલવાસ નગરપાલિકા અને દમણ નગરપાલિકા અને આ બંને જિલ્લાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાન યોજાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે.

  મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા બંદોબસ્તમાં દમણ પોલીસના એક હજાર જવાનો, 15 કંપનીઓ ગુજરાત પોલીસની બે પેરામિલિટરી ફોર્સની કંપનીઓ પણ તેનાત કરવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે યોજાઇ રહેલા મતદાનમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની 20 બેઠકો, 20 ગ્રામ પંચાયતના 20 સરપંચ અને 183 સભ્યો અને સેલવાસ નગરપાલિકાના 15 વોર્ડ માટે મતદાન યોજાઈ રહ્યું છે. સાથે જ, દમણ નગરપાલિકાના 15 વોર્ડ દમણ જિલ્લા પંચાયતની 16 બેઠકો અને 14 ગ્રામ પંચાયતોના 14 સરપંચ અને ગ્રામ પંચાયતોના 129 સભ્યો માટે મતદાન યોજાઈ રહ્યું છે.
  Published by:kiran mehta
  First published: