Navsari News: નવસારીમાં (Navsari) ફિલ્મોને આટી મારે એવી ઘટના સામે આવી છે. અહીં પાંત વર્ષ અગાઉ એક શ્રમજીવીની (Labor) કથિત હત્યાના (Murder) આરોપમાં પોલીસે (Navsari Police) બે યુવકોને 'ફીટ' કરી દીધા હતા. જોકે, પાંચ પાંચ વર્ષ બે ગરીબ યુવકોએ જે વ્યક્તિની હત્યાના (Murder Accused) આરોપમાં જેલમાં વીતાવ્યા તે વ્યક્તિ હકિકતે જીવતો હતો. પોલીસે પકડેલા બે શખ્સોને કોર્ટે ત્યારે (Navsari Court) નિર્દોષ જાહેર કર્યા જ્યારે જે શ્રમજીવીની હત્યાના આરોપમાં આ શખ્સો જેલમાં હતા તે શ્રમજીવી જાતે જ કોર્ટમાં હાજર થયો. પોલીસની લાલિયાવાડીના આ કિસ્સાએ ચકચાર જગાવી છે. જોકે, પોલીસની આ લાપરવાહી બાદ અદાલત ખફા થઈ અને પીઆઈને (PI) બંને નિર્દોષ વ્યક્તિઓને 50-50 હજાર દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે.
બનાવની વિગતો એવી છે કે નવસારીના આરફ સિસોદ્રા ગામે સીમેન્ટના બ્લોક બનાવતી એક કંપનીના કાચા મકાનોમાં શ્રમજીવીઓ રહે છે. પાંત વર્ષ અગાઉ 17-4-2016ની રાત્રિના નવસારીના વેસ્મા નજીક ને.હા. નં 48 પર ઈબ્રાહિમ દિલેરના ખેતરના શેઢા પાસેથી એક બિનવારસી લાશ મળી આવી હતી.
પોલીસે આ લાશ મૂળ મધ્ય પ્રદેશના શ્રમજીવી નાગુલાલ કારસીંગ ગાયરીની હોવાની ઓળખ કરી હતી. પોલીસે આ કથિત હત્યાના કેસમાં તેની સાથે કંપનીમાં કામ કરતા મદન પીપલાદી ઉ.વ. 20 અને સુરેશન ઉર્ફે નાચણ જીયાણી બાટેલા ઉ.વ. 21 બડવાની મધ્યપ્રદેશના મૂળ રહેવાસી શખ્સોની ધરપકડ કરી અને તેમને હત્યાના આરોપમાં કોર્ટમાં રજૂ કર્યા હતા.
નાગુલાલના પરિવારે અંતિમ સંસ્કાર કરી નાખ્યા
પોલીસે આ લાશ નાગુલાલના પરિવારને આપી દેતા નાગુલાલના પરિવારે તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. જોકે, નાગુલાલને જાણ થઈ કે તેના પરિવારે તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. આ જાણ નાગુલાલને થતા તે પોતાના પરિવાર પાસે પહોંચ્યો હતો અને પોતે જીવિત હોવાનો પુરાવો આપ્યો હતો.
નાગુલાલને જાણ થઈ કે પોલીસે તેની લાશ તેના પરિવારને આપી છે એટલે નાગુલાલ જાતે નવસારી રૂરલ પોલીસમાં હાજર થયો હતો. નાગુલાલે પોલીસને પોતે જીવિત હોવાના પુરાવા આપ્યા હતા પરંતુ પોલીસને કાચું કપાઈ જવાનો ડર હોવાથી પોલીસે નાગુલાલની વાતને ગણકારી ન હોય તેવું બની શકે.
નાગુલાલ કોર્ટમાં હાજર થયો અને...
દરમિયાન પોલીસે નાગુલાલની વાતને ન ગણકારતા નાગુલાલ નવસારીની કોર્ટમાં હાજર થયોહતો અને પોતે જીવિત હોવાના પુરાવા આપ્યા હતા. નાગુલાલની રજૂઆતના પગલે ન્યાયાધીશ પોલીસ પર આકરાપાણીએ થયા હતા અને હત્યાકેસના આરોપી દર્શાવેલા એમ.પી.ના મદન અને સુરેશને નિર્દોષ જાહેર કહરી છોડી મૂકાયા હતા.
દરમિયાન કોર્ટે આ મામલે તપાસ કરતા તત્કાલિન પીઆઈને બંને આરોપીને સામાજિક અને માનસિક તેમજ શારિરક ત્રાસ સહન કરવા બદલ વળતર પેટે 50-50 હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો. અખબારી અહેવાલ મુજબ તે વખતે આ કેસની ચાર્જશીટ પીઆઈ પ્રદિપસિંહ ગોહિલે દાખલ કરી હતી.
આખરે નાગુલાલ ગાયબ કેમ થઈ ગયો હતો?
જે નાગુલાલની હત્યાના આરોપમાં બે યુવકોએ પાંચ વર્ષ જેલ ભોગવી તે ક્યાં હતો અને શા માટે તેના ગાયબ થવાથી તેની હત્યા થઈ હોવાનું પોલીસે માની લીધું. આ ઘટનાક્રમ પણ ફિલ્મી છે. નવસારીના આરફ સિસોદ્રા ગામે સીમેન્ટ બ્લોક બનાવતી કંપની મેજીકેટના પાસે વસાહતમાં આ શ્રમજીવીઓ રહેતા હતા. નાગુલાલ પત્ની સાથે છૂટાછેડા બાદ એકલો જ રહેતો હતો. નાગુલાલ મદનની ઝૂંપડીમાં ભોજન લેવા ગયો અને તેની પત્નીને પગ લાગતા ડરી ગયો
દરમિયાન નાગુલાલ 14-7-2016ના રોજ રાત્રે તેની ઝૂંપડીમાં આવ્યા બાદ ભુખ લાગતા મદનની ખોલીમાં ભોજન લેવા ગયો હતો. અંધારામાં ઉંઘી રહેલી મદનની પત્નીને નાગુલાલનો પગ લાગી જતા તે જાગી હઈ હતી અને નાગુલાલને ડર લાગ્યો હતો કે આ અંગે મદન તેને માર મારશે. આ ડરથી નાગુલાલ કંપની છોડી તેના વતનમાં ભાગી ગયો હતો.
અખબારી અહેવાલ મુજબ પોલીસે આ મામલે જે થિયરી બતાવી તેમાં નાગુલાલ મદનની ખઓલીમાં રાતના અંધારામાં તેની છેડતી કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ બૂમાબૂમ કરતા મદન અને સુરેશે તેને માર માર્યો હતો અને નાયલોનની દોરીથી ફાંસો આપી અને તેની હત્યા કરી દીધી હતી?
મોટો સવાલ પાંચ વર્ષ પહેલાં મળેલી લાશ કોની?
હવે જ્યારે એ સાબિત થઈ ગયું છે કે નાગુલાલ જીવિત છે ત્યારે પાંચ વર્ષ પહેલાં વેસ્માની સીમમાંથી મળેલી એ અજાણી લાશ કોની હતી? રહસ્યકથાના વમળો જેવી આ કહાણીએ પોલીસની નિષ્ઠા પર સવાલો ઊભા કર્યા છે ત્યારે આવા બીજા કેસમાં પણ શું આવી રીતે કાચું કાપવામાં આવતું હશે? આવા સવાલો સર્જાઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર