Attack on Congress MLA Anant Patel : ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર એકઠું થઈ ગયું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજનો દિવસ રાજ્ય માટે રાજનીતિની દ્રષ્ટીએ ખુબ જ ગરમ રહ્યો છે. આજે રાજ્યની રાજનીતિમાં અલગ-અલગ સ્થળે વિરોધ પ્રદર્શનથી લઇ પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણના મામલા સામે આવ્યા છે ત્યારે નવસારીના ખેરગામ તાલુકામાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો છે જેમા તેઓને આંખના ભાગે ઇજા થઇ છે. આ હુમલો બાદ અનંત પટેલની આંખમાંથી લોહી નીકળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામ બજાર પાસેથી પસાર થતી વખતે હુમલો કરાયો હતો. અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમ્યાન આ ઘટના બની છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને રીન્કુ નામના ભાજપના કાર્યકર દ્વારા હુમલો કર્યાની શંકા સેવાઇ રહી છે. ત્યાં જ ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ અને ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે, ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર એકઠું થઈ ગયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાના કારણે રાજકારણ ગરમાયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર