નવસારી: એક દિવસમાં બળાત્કારની બે ઘટના, ત્રણ પીતરાઈ ભાઈએ બહેનને પીંખી, બીજી ઘટનામાં પાડોશી જ પાપી નીકળ્યો

પ્રતિકાત્મક તસવીર

ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે 12 વર્ષીય બાળકીને માસિકધર્મ ન આવતા વલસાડ સિવિલમાં દાખલ કરવી પડી. મહત્વીન વાત એ છે કે, દુષ્કર્મ કરનાર ત્રણ આરોપીઓની ઉંમર 14,13,10 વર્ષની છે.

 • Share this:
  ભાવીન પટેલ, નવસારી: લાડકોડથી ઉછરેલી દીકરી હવે દેશમાં સુરક્ષિત નથી તેવા બનાવો હાલ બનતા આવ્યા છે, કેટલાક અરમાનો સાથે "મા-બાપે" દીકરીને મોટી કરવામાં નવનેજા કરી નાખ્યા હોય છે તેવી વ્હાલસોયી દીકરી હજી તો ખીલવાની પણ બાકી છે ને કોઈ નજીકનો નરાધમ બાળકીને દુષ્કર્મ કરી ને પીંખી નાખે ત્યારે પરિવાર પર આભ તૂટી પડયાનો એહસાસ થાય. હજી હાથરસ ઘટનાના પડઘા શાંત પડ્યા નથી તેવામાં નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકામાં એક જ દિવસમાં બે બળાત્કારની ઘટના સામે આવતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

  પ્રથમ ઘટનાની વાત કરીએ તો, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એક ગામની ઘટનામાં બાળકીના નગ્ન ફોટા વાઇરલ કરનાર જ ફોટા ડીલીટ કરવાની વાત કરીને ખેતરમાં લઇ જાય છે અને ત્યારબાદ મોકાનો લાભ લઈને બાળકીને ખેતરમાં કુમાર્યાભંગ કરી નાખે છે, જે સમગ્ર હકીકતની જાણકારી પરિવારને થતા પરિવારે પોલીસનું શરણું લઈને ફરિયાદ કરી છે. જોકે આ બાબત હવે ગંભીર બનતી જાય છે જે આવનાર પેઢી માટે ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે.

  આરોપી મહેશ માછી જે નવસારી જિલ્લાના વાવ ગામનો છે, જે પેહલા તો બાળકીના નગ્ન ફોટા પાડીને માનસિક વિકૃતિનું કામ કર્યું અને ત્યારબાદ ફોટા સોસીયલ મીડિયા પર મૂકીને આબરૂના ધજાગરા ઉડાડયા તેનાથી પણ નરાધમનું પેટ ભરાયું નઈ અને બાળકીને ફોટા ડીલીટ કરવાની વાત કરીને ખેતરમાં લઇ ગયો અને જબરજસ્તી પોતાની હેવાનીયતની આગ બુઝાવી દીધી, જેને લઈને આજે નરાધમ પોલીસના પાંજરે પુરાયો છે.

  સુરત: 'સોનાના સિક્કા'નો વરસાદ? કોઈને 10 તો કોઈને 50 મળ્યા, લોકો ઉમટી પડતા પોલીસ દોડતી થઈ

  સુરત: 'સોનાના સિક્કા'નો વરસાદ? કોઈને 10 તો કોઈને 50 મળ્યા, લોકો ઉમટી પડતા પોલીસ દોડતી થઈ

  તો બીજી ઘટનામાં ત્રણ સગીર વયના પીતરાઈ ભાઈઓએ બહેનને હવસનો શિકાર બનાવી પીખી નાખવાની ઘટના સામે આવી છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના જ વધુ એક ગામમાં બળાત્કાર પોલીસ ફરિયાદ નોંધાઇ છે, જેનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે 12 વર્ષીય બાળકીને માસિકધર્મ ન આવતા વલસાડ સિવિલમાં દાખલ કરવી પડી, જ્યા માતા પિતાએ પૂછપરછ કરતા નજીકના પિતરાઈ ભાઈઓએ ગેગરેપ કર્યાનો તથ્ય બહાર પડતા પગ નીચે થી જમીન સરકી ગયાનો એહસાસ થયો હતો ગેગરેપ કરનાર 3 ઈસમો કાયદાના સંઘર્ષમાં આવી ગયા છે.

  સુરત: વરાછામાં ડાયમંડની ડીલેવરી કરવા ગયેલા આંગડીયા કર્મીને લૂંટી લેવાયો, પોલીસ દોડતી થઈ

  સુરત: વરાછામાં ડાયમંડની ડીલેવરી કરવા ગયેલા આંગડીયા કર્મીને લૂંટી લેવાયો, પોલીસ દોડતી થઈ

  નજીકના વ્યક્તિ ગણાતા લોકો પર પણ વિશ્વાસ કરવો ભારે પડી શકે છે, બાળકીના ઘરમાં ઘુસીને એક પછી એક ઈસમ બાળકીને પીખી નાખતા હતા અને કોઈ કૃત્ય ના કર્યું હોય એવું રોજીંદુ જીવન ગુજરવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ બાળકીને ગર્ભ રહી જતા તમામ પિતરાઈ ભાઈઓનું કૃત્ય બહાર આવ્યું છે. મહત્વીન વાત એ છે કે, દુષ્કર્મ કરનાર ત્રણ આરોપીઓની ઉંમર 14,13,10 વર્ષની છે.

  ઉલ્લેખનીય છે કે, સમાજમાં બળાત્કારની ઘટના ઘટવી હવે સામાન્ય થઈ ગઈ છે, ઘટના બનતાની સાથે જ બધા આરોપીઓને કડકમાં કડક સજા આપવાની વાત સાથે આક્રોશ ઠાલવે છે, પણ છેવટે આવી જ ઘટના ફરી ઘટે છે, ત્યારે આ બાબતે હજી વધુ ગંભીર ચિંતન કરવાનો સમય આવી ગયો છે.
  Published by:kiran mehta
  First published: