Home /News /south-gujarat /Navsari: વીડિયોમાં જુઓ કઠપૂતળીનો ખેલ, આપ્યો અનોખો સંદેશો!

Navsari: વીડિયોમાં જુઓ કઠપૂતળીનો ખેલ, આપ્યો અનોખો સંદેશો!

X
પપેટ

પપેટ શો 

100% મતદાન થાય તે માટે વિવિધ કેમ્પેનીંગ કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને પપેટ શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  Sagar Solanki, Navsari:  ગુજરાતમાં ચારે તરફ હાલ ચુંટણીનો માહોલ છે ત્યારે તમામ પક્ષો પોત પોતાનું જોર લગાવી લોકો પાસે મત માંગી રહ્યા છે પરંતુ નવસારી જીલ્લમાં ચુંટણી વિભાગ નિષ્પક્ષ રીતે મતદાન થાય તેવા પ્રયાશો સાથે 100% મતદાન થાય તે માટે વિવિધ કેમ્પેનીંગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને પપેટ શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  કઠપૂતળી (પપેટ) શો શું છે.

  પપેટ એ સ્ટ્રિંગ પપેટ થિયેટર છે, જે રાજસ્થાનનું છે અને ભારતીય કઠપૂતળીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. તેને એક જ તાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જે તેને કઠપૂતળીની ટોચ પરથી પપેટિયર્સ ઉપરથી પસાર કરે છે. કેટલાક વિદ્વાનો માને છે કે કથપુતલી કલા પરંપરા હજારો વર્ષથી વધુ જૂની છે. તેનો સંદર્ભ રાજસ્થાની લોકકથાઓ, લોકગીતો અને ક્યારેક લોકગીતોમાં પણ જોવા મળે છે. સમાન કઠપૂતળીઓ જે સળિયા-કઠપૂતળી છે જે પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળે છે. પરંતુ તે ખરેખર રાજસ્થાનની અદભૂત કઠપુતળી છે જેણે ભારતને તેની પરંપરાગત કઠપૂતળીની શોધ કરનાર પ્રથમ દેશોમાંનો એક બનાવ્યો છે. રાજસ્થાનના આદિવાસીઓ પ્રાચીન કાળથી આ કળાનું પ્રદર્શન કરે છે અને તે રાજસ્થાની સંસ્કૃતિની વિવિધતા અને પરંપરાનો શાશ્વત ભાગ બની ગઈ છે. રાજસ્થાનમાં કોઈ પણ ગામનો મેળો કોઈ ધાર્મિક ઉત્સવ અને કોઈ સામાજિક મેળાવડો કાઠપુતલીઓ વિના પૂર્ણ થઈ શકે નહીં.

  એ હાલો કઠપૂતળીનો ખેલ જોવા…’ એક જમાનો હતો

  એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાદ પડતાંની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતું. ૨૧ માર્ચે દુનિયાભરમાં વિશ્વ કઠપૂતળી દિવસ તરીકે મનાવાય છે. કઠપૂતળીની કલા ભારતમાંથી દુનિયાના અનેક દેશોમાં પહોંચી હોવા છતાં આજે ભારતમાં તે મૃતપ્રાય હાલતમાં છે. ગ્રામીણ ભારતમાં મનોરંજન સાથે શિક્ષણની ગરજ સારતી કઠપૂતળી સ્માર્ટફોન અને ઈન્ટરનેટના આગમનથી રસ્તે રઝળતી થઈ ગઈ છે.

  નવસારી જીલ્લામાં આ વખતે 10,78,260 મતદારો નોંધાયા છે. જેને લઈ ચુંટણી વિભાગ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહ્યા છે. નવસારીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ સિમ્બોલ 900 જેટલા શિક્ષકો દ્વારા બનાવ્યો હતો. ત્યાર બાદ સાયકલ રેલી જીલ્લાના તમામ તાલુકાઓમાં યોજાઈ હતી. નવસારીના દાંડી ખાતે પણ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત કલાકૃતિ બનાવવામાં આવી હતી. પપેટ શો જેવી અનોખી પ્રચારની નીતિ અપનાવી હતી. શેરીઓમાં જઈ ને નાટ્ય સ્વરૂપે લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટેના પ્રયાશો જીલ્લા ચુંટણી વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.

  ઓછું મતદાન ધરાવતા બુથ પર પપેટ શો દ્વારા જાગૃતિ

  ઓછું મતદાન મોટાભાગે જ્યાં અવેરનેસ નહી હોય તેવા બુથો પર થતું હોય્ય છે નવસારી જીલ્લામાં કુલ 1147 પોલીંગ સ્ટેશનો છે જેમાં જલાલપોરના 253, નવસારીના 253, ગણદેવીના 311 અને વાંસદાના સૌથી વધુ 330 પોલીંગ સ્ટેશનો છે. પરંતુ આ વર્ષે વિધાનસભાની ચુંટણીમાં સર્વે અનુસાર મળેલ માહિતી મુજબ નવસારી જીલ્લાના કુલ 46 ગામો સામે આવ્યા છે જેમાં એવરેજ ઓછું મતદાન નોંધાય છે. આ ગામોની વિગત જોઈએ તો મેંધર ૨, ભાટ 2, વિજલપોર 3, જલાલપોર 2, બીલીમોરા 2, બીગરી 3, કૃષ્ણ પુર 3, વાંસદા 3, કોલાસણા, પનાર, એરુ, વિરાવળ, દેવસર, કાંગવઈ, કુકેરી, ઝરી, સીધઈ, રાનવેરી કલ્લા , રૂમલા ચાપલધરા, ઘોડ્વણ, ફડવેલ, સારવણી આ તમમાં જગ્યાએ 1-1 અને નવસારીમાં 10 મળી કુલ 46 જેટલા બુથો પણ ઓછું મતદાન નોંધાયું છે. જ્યાં લોકોમાં અવેરનેસ આવે તે માટે સરળ ભાષામાં સ્થાનિકોને સમજણ પડે તે રીતે પપેટ શો યોજી મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાશો નવસારી જીલ્લામાં ચુંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Local 18, ચૂંટણી, નવસારી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन