Home /News /south-gujarat /Accident: નવસારીમાં ટ્રકે ટક્કર મારતા નોકરી જતી 7 વર્ષના પુત્રની માતાનું કમકમાટી ભર્યું મોત

Accident: નવસારીમાં ટ્રકે ટક્કર મારતા નોકરી જતી 7 વર્ષના પુત્રની માતાનું કમકમાટી ભર્યું મોત

નવસારીમાં ટ્રકની ટક્કરથી મહિલાનું મોત

Navsari Accident News: ટ્રકની ટક્કરથી મહિલાના (truck accident) માથાના ભાગે ગંભીર ઈજા થતાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

નવસારીઃ ગુજરાતમાં દરરોજ માર્ગ અકસ્માતની (Accident in Gujarat) ઘટનાઓ બનતી રહે છે ત્યારે નવસારીમાં (Navsari) સોમવારની સવાર એક માતા માટે કાળ બનીને ઉગી હતી. સવારે નોકરી જવા માટે નીકળેલી મહિલાને ખબર ન્હોતી કે સાત વર્ષના પુત્રને ઘરે મુકીને નોકરીએ જાય છે પરંતુ જીવતી પાછી નહીં આવે. નવસારીમાં પોતાનું મોપેડ લઈને નોકરી કરવા માટે નીકળેલી 29 વર્ષીય મહિલાને ટ્રક કાળ બનીને ભટકાયો હતો. ટ્રકની ટક્કરથી મહિલાના (truck accident) માથાના ભાગે ગંભીર ઈજા થતાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા એકઠાં થયા હતા અને પોલીસ સ્થળ ઉપર આવી સ્થિતિ સંભાળી હતી.

જ્વેલરીની કંપનીમાં નોકરી કરવા નીકળી હતી મહિલા
મળતી માહિતી પ્રમાણે સાત વર્ષના પુત્રની માતા અને 28 વર્ષીય ક્રિષ્ના અશ્વિન પટેલ વહેલી સવારે પોતાના ગામ સામાપુરથી જ્વેલરીની કંપનીમાં નોકરી પર જવા નીકળી હતી. ત્યારે આશરે સાડાઆઠ વાગ્યાની આસપાસ યમરાજ બનીને આવેલા શેરડીના ટ્રકચાલકે મહિલાના મોપેડને પાછળથી ટક્કર મારી અડફેટે લીધી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદનો કિસ્સોઃ શેરબજારમાં યુવક ધંધે લાગ્યો ને પછી એણે પોલીસને કામે લગાવી, શું કર્યો કાંડ?

ટ્રકની ટક્કરથી મહિલા મોપેડ સાથે ફંગોળાઈ
ટ્રકની ટક્કરથી મોપેડ ઉપર જતી મહિલા રોડ પર મોપેડ સાથે ફગોળાઇ હતી અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મહિલાના મોતથી તેનો સાત વર્ષનો પુત્ર માતા વગરનો થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-Kutch Accident: ગાંધીધામના મીઠીરોહર પાસે કારે રીક્ષાને મારી જોરદાર ટક્કર, બેના કમકમાટી ભર્યા મોત, છથી વધુ ઘાયલ

સાત વર્ષના પુત્રએ મોતા ગુમાવી
મળતી માહિતી પ્રમાણે 28 વર્ષીય મહિલાનો પતિ અશ્વિન પટેલ વેલ્ડિંગનું કામ કરે છે અને પરિવારમાં 7 વર્ષના પુત્રે માતા ગુમાવતાં સિવિલ હોસ્પિટલમાં ગમગીન માહોલ ઊભો થયો હતો. સિવિલ પહોંચેલો પરિવાર મહિલાના મોતથી વ્યતીત થયો છે અને તેઓ પર આભ તૂટી પડ્યું હતું.

પરિવારમાં માતમ છવાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રકચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીધામના (Gandhidham) મીઠીરોહર પાસે કાર ચાલકે છકડાને જોરદાર ટક્કર મારતા (car and rickshow accident) ગમખ્વાર અકસ્માત સરજ્યા હતો. અકસ્માતના પગલે બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે છથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાના પગેલ લોકોના ટોળા એકઠાં થયા હતા. અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
First published:

Tags: Accident News, Gujarati news, Navsari News