નવસારી : બેફામ ટ્રક ચાલકે રસ્તે ચાલતા યુવકને કચડ્યો, મોતનો વિચલિત કરતો CCTV Video

નવસારી : બેફામ ટ્રક ચાલકે રસ્તે ચાલતા યુવકને કચડ્યો, મોતનો વિચલિત કરતો CCTV Video
અકસ્માતનો વીડિયો ગ્રેબ

નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર શનિવારે સાંજે થયેલા અકસ્માતનો વીડિયો આવ્યો, યુવકે સારવાર દરમિયાન તોડ્યો દમ

 • Share this:
  ભાવિન પટેલ, નવસારી : 'ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું....' ઉક્ત કહેવત નવસારીના (Navsari Accident) આ અકસ્માતમાં બરોબર લાગુ પડે છે. અહીંયા શનિવારે સાંજે અકસ્માતની એક ઘટના ઘટી હતી આ અકસ્માતમાં રસ્તે ચાલતા જતા એક યુવકને બેકાબૂ બનીને ત્રાટકેલા એક ડમ્પરે ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક વ્યક્તિને નોકરી પરત કરી ઘરે જતા સમયે રસ્તામાં કાળ ભેટી જતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, સૌથી વધુ દર્દનાક બાબત અકસ્માતનો વીડિયો છે (CCTV Video of Navsari Accident) જે નજીકના સીસીટીમાં લાઇવ કેદ થયો છે.

  આ દુ:ખદ ઘટનાક્રમની વિગત એવી છે કે નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર એક ટેમ્પો ચાલકે રસ્તે ચાલીને જતા એક યુવકને ટક્કર મારી તેની ઉપરથી ટ્રક ફેરવી નાખ્યો હતો. નજીકના કારના શોરૂમમાં નોકરી કરતા યુવકનું આ અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, પોલીસે જ્યારે અકસ્માતના સીસીટીવી ચકાસ્યા તો દર્દનાક વીડિયો સામે આવ્યો હતો.

  આ પણ વાંચો : સુરત : PSI અમિતાની આજે મેરેજ એનિવર્સરી હતી, ડાયરીમાં વ્યથા લખી કર્યો આપઘાત

  અકસ્માતના સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ટેમ્પો ચાલક પોતાની સાઇડમાં ચાલી રહેલા એક નિર્દોશ યુવકને બરેહેમીથી ઉડાવે છે અને બાદમાં તેની ઉપરથી ટ્રક ફેરવી નીકળી જાય છે. આ યુવક નજીકના ટોયેટા શોરૂમમાં કામ કરતો હોવાનું સીસીટીવી વીડિયોમાં સાંભળવા મળે છે.

  દરમિાન અકસ્માતમાં ઘાયલ યુવકને નવસારીમાં સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. નવસારી ગ્રામ્ય પોલીસે આ સીટીવી વીડિયોની તપાસ કરી અને તેના આધારે જ કાર્યવાહી શરૂ કરી છે.

  આ પણ વાંચો :  સુરત : વરાછાના જીમમાં કિશોરીની છેડતી, ટ્રેનરે કસરતના બહાને શારિરીક છેડછાડ કરી હોવાનો આરોપ

  મરનાર યુવક શોરૂમમાંથી નોકરી પતાવી અને સાંજના સુમારે પગપાળા ઘર તરફ જઈ રહ્યો હતો. જોકે, આ અક્સ્માત નેશનલ હાઇવેને અડીને આવેલા સર્વિસ રોડ પર બન્યો હતો. ટ્રક ચાલક દારૂ પીધેલી હાલતમાં હોય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી તેવામાં કોઈના વ્હાલસોયાનો જીવ એક બેફામ ટ્રક ચાલકના ઘોર અપરાધના કારણે ગયો છે. નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:December 06, 2020, 08:26 am

  ટૉપ ન્યૂઝ