Home /News /south-gujarat /Navsari: આદિવાસી સમાજમાં ગવાતો લોકપ્રિય તૂર નૃત્ય કેમ છે ખાસ, જૂઓ VEDIO

Navsari: આદિવાસી સમાજમાં ગવાતો લોકપ્રિય તૂર નૃત્ય કેમ છે ખાસ, જૂઓ VEDIO

X
આદિવાસી

આદિવાસી તુર નૃત્ય 

તુર નૃત્ય આદિવાસીઓમાં સૌથી વધુ લોકપ્રિય નૃત્ય છે. શુભ અને અશુભ પસંગમાં નૃત્ય કરી શકાય છે. પરંતુ અશુભમાં નૃત્ય થતું નથી.તેના ગીત, તુર વગાડવાના નિયમ વગેરે બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. આદિવાસીઓમાં આજે પણ તેનું અનેરું મહત્વ છે.

    Sagar Solanki, Navsari :આદિવાસીઓમાં તૂર નૃત્ય પ્રચલિત નૃત્ય છે. આ નૃત્ય સૌથી વધુ લોકપ્રિય છે. તેનું કારણ એ છે કે, તુરવાદન અને નૃત્ય દરેક શુભ પ્રસંગમાં કરી શકાય છે અને અશુભ પ્રસંગમાં માત્ર તુર-થાળી વગાડવામાં આવે છે., પરંતુ નૃત્ય થતું નથી. અહીં તુરવાદાન એટલે તુર અને થાળી.તુરને 'નર' અને થાળીને 'નારી' માનવામાં આવે છે. માટીના બનેલા નળાકાર ઉપર ચામડું ચઢાવીને તુર બનાવવામાં આવે છે. જેનો આકાર દોઢથી બે ફૂટ જેવો હોય છે. તે નળાકારને 'કાંઠો' કહે છે, જે એક બાજુ પહોળી અને બીજી બાજુ થોડી નાની હોય છે.

    તુર વગાડવા માટેના કેટલાક નિયમો છે.

    કોઈ પ્રંસગે તુર વગાડવામાં આવે છે ત્યારે તેની સાથે કાંસાની થાળી વગાડવી જરૂરી માનવામાં આવે છે. એક બીજા વગર તુર અને થાળી વગાડવાની મનાઈ છે અને પડ પર હાથેથી થાપ મારી વગાડવામાં આવે છે.થાળી લાકડાની દાંડી દ્વારા વગાડવામાં આવે છે. શુભ અને અશુભ પ્રસંગમાં અલગ અલગ રીતે વગાડવામાં આવે છે. રમવાના પ્રકારને ચાળા કહેવામાં આવે છે. દેવપૂજાના સમયે પણ અલગ અલગ રીતે વગાડાય છે.

    અલગ નૃત્યનુ અલગ ગીત અને ગીત પ્રમાણે જ વાગે વાધ્ય

    નૃત્ય કરતી વખતે જે રીતે ગીત ગવાય છે તે જ રીતે વાદ્ય વાદકોએ વગાડવાનું હોય છે.દરેક ગીત અલગ અલગ લય સાથે ગવાતું હોય છે. નર્તકોએ જે તાલ પર નૃત્ય કરવું હોય તે મુજબનું ગીત ગાય છે. જે ગીતો ગવાય છે, તેમાં વિવિધ અભિવ્યક્તિઓ પ્રગટ થાય છે. આ નૃત્ય એવું છે કે, સ્ત્રી અને પુરૂષ બંને જોડી બાંધીને તેમાં નૃત્ય કરી શકે છે.,તેને \"ઝાવડો બાંધીને નાચુનાં\" કહેવામાં આવે છે.

    આદિવાસીઓના જીવન સાથે જોડાયેલ બાબત

    નૃત્ય ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વસતા ધોડિયાઓ ઉપરાંત હળપતિ, નાયકા, કુકણા, ચૌધરી અને વારલી જાતિઓમાં પણ કરવામાં આવે છે. નૃત્ય દરમિયાન જે ગીતો ગવાય છે, તેમાં આદિવાસીઓના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો હોય છે. જેમ કે, આનંદ ઉલ્લાસ, પ્રેમ, મજાક અને સામાજિક ઉત્થાન વગેરે.

    તૂર નૃત્ય સમયે કરતા નૃત્યના ચાળા આ રીતે ઓળખાય

    ચાલતો ચાળો, નાહતો ચાળો, કુદાણ્યો ચાળો, બે ડગાલ્યો ચાળો, તિન ડગાલ્યો ચાળો, પાંચ ડગાલ્યો ચાળો, બઠો ચાળો, મોધળી ગુભો, ચિપટોભૂળ્યો, પટેલાયે આંગણે વાંકો તાડ, ધનજી ખંધાડ, અધ્ધો હંહલો, ઝુલાણ્યો, ભાવાડ્યો ચાળો, પટેલ જોવડો તોવડો રા, કોપોર કાચલી, ધીરી પગલી, ઘોડી ચાળો, મોર ચાળો, નંદી ખુંટી, કુટકી રોટલી ને પંદાર વાલ, ઘોઇ ચાળો, બાંધાણ્યો ચાળો, બાંડી હઢી પરાળ પૂંદે અને પટેલ દુરીયો ડેંક ડેંક વગેરે જેવા ચાળાના પ્રકાર છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Adivasi, Local 18, Navsari News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन