નવસારી: ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો, અકસ્માતમાં પટેલ પરિવારના 3 યુવકના મોત

બાઈક અકસ્માતમાં ત્રણ યુવકોના મોત

ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈ જીગ્નેશ પટેલ અને સાવન પટેલને ફોટોગ્રાફિનો શોખ હતો, તેઓ તીથલ દરીયા કિનારે ફરવા જઈ ફોટો પડાવ્યા અને ખુબ મસ્તી કરી

 • Share this:
  ભાવિન પટેલ, નવસારી: રાજ્યમાં કોરોના વાયરસ બાદ લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. પરંતુ, લોકડાઉનમાં છૂટછાટ મળતા જ રોજે-રોજ અકસ્માતની ઘટનાઓ ફરી વધવા લાગી છે. વાહન ચાલકની નજીવી ભૂલના કારણે કમોતે મોત થતા પરિવાર વેર-વિખેર થઈ જતો જોવા મળે છે. આજે પણ આવી જ અકસ્માતની ઘટના વલસાડથી સામે આવી છે. જેમાં બાઈક અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયા છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના તિથલ ફરવા ગયેલા ત્રણ યુવકો તિથલ દરિયા કિનારે ફોટો પડાવી જ્યારે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે રસ્તા પર બે બઈક ફૂલ સ્પીડમાં ધડાકાભેર અથડાતા બાઈક પર સવાર ત્રણ યુવકો રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બંને બાઈક વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે બે યુવકોના તો સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે.

  વિગતે ઘટનાની વાત કરીએ તો, ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈ જીગ્નેશ પટેલ અને સાવન પટેલને ફોટોગ્રાફિનો શોખ હતો, તેઓ તીથલ દરીયા કિનારે ફરવા જઈ ફોટો પડાવ્યા અને ખુબ મસ્તી કરી. જ્યારે તેઓ પોતાના બાઈક પર ઘરે આવવા પરત ફરી રહ્યા હતા તે સમયે ખેરગામ પાસે પાણી-ખડક માર્ગ પર ફૂલ સ્પીડમાં સામે-સામે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીગ્નેશ પટેલ અને અન્ય એક યુવકનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

  સુરત: લગ્નના ત્રણ વર્ષે પણ શારીરિક સંબંધ ન રાખતો, પતિનું વોટ્સઅપ જોતા પરિણીતાના હોશ ઉડ્યા

  સુરત: લગ્નના ત્રણ વર્ષે પણ શારીરિક સંબંધ ન રાખતો, પતિનું વોટ્સઅપ જોતા પરિણીતાના હોશ ઉડ્યા

  અકસ્માત સર્જાતા અન્ય સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા સાવન પટેલને તત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન સાવન પટેલનું પણ મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  સુરત: વરાછામાં ફૂટપાથ પર રહેતા ભિક્ષુક બાવાએ 25 હજારની મદદ કરી, પરત ન મળતા માથુ ફોડ્યું

  સુરત: વરાછામાં ફૂટપાથ પર રહેતા ભિક્ષુક બાવાએ 25 હજારની મદદ કરી, પરત ન મળતા માથુ ફોડ્યું

  પોલીસે અકસ્માતમાં ભોગ બનનાર યુવકોના પરિવારને જાણ કરતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યાનું દુખ આવી ગયું ગયું હતું. એક જ ઘરના બે જવાન દીકરાઓના મોત થતા પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારે જણાવ્યું કે, તેમને ફોટો પડાવવાનો ખુબ શોખ હતો, જેથી તીથલ ફોટો પડાવવા માટે ગયા હતા, પરંતુ કાળ ભેટી ગયો.
  Published by:kiran mehta
  First published: