નવસારી : કોરોનાના કહેર વચ્ચે મામલતદાર સહિત ત્રણ અધિકારી અને એક ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

News18 Gujarati
Updated: May 26, 2020, 6:03 PM IST
નવસારી : કોરોનાના કહેર વચ્ચે મામલતદાર સહિત ત્રણ અધિકારી અને એક ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા
યશપાલ ગઢવી (મામલતદાર), શૈલેષ રબારી (નાયબ મામલતદાર)

લોકડાઉનમાં નવસારીના ત્રણ લાંચિયા અધિકારીઓ ખનીજ માફિયા પાસે રૂ. 90,000ની લાંચ લેવા જતા એસીબીના હાથે ઝડપાયા.

  • Share this:
ભાવીન પટેલ, નવસારી : વૈશ્વિક મહામારી બનેલા કોરોના (Coronavirus) સામે લડવા તંત્ર કામે લાગ્યું છે ત્યારે બીજી બાજુ નવસારી ગ્રામ્ય મામલતદાર (Navsari Rural Mamlatdar Office)કચેરીના ત્રણ લાંચિયા અધિકારીઓ પોતાની લાંચ લેવામાં મશગૂલ બન્યા હતા. ત્રણેય ખનીજ માફિયા પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ લેવા જતા નવસારી અને સુરત એસીબી (Navsari and Surat ACB)ના અધિકારીના હાથે ઝડપાય ગયા હતા.

નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીના મામલતદાર યશપાલ પ્રકાશદાન ગઢવી, નાયબ મામલતદાર સંજય ઈશ્વર દેસાઈ તેમજ સર્કલ ઓફિસર શૈલેષ રબારી અને ક્લાર્ક કપિલ રસિક જેઠવાએ ફરિયાદીની માટી ભરેલી ટ્રકને છોડાવવા માટે 1,10,000ની લાંચ માંગતા ફરિયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. આજે નવસારી અને સુરત એસીબીની ટીમે ત્રણેય લાંચિયા અધિકારી તેમજ કલાર્કને લાંચની રકમ સાથે રંગેહાથે પકડી પડ્યા હતા.

શૈલેસ દેસાઇ (સર્કલ ઓફિસર), કપિલ જેઠવા (ક્લાર્ક)


આરોપીઓમાં કોનો કોનો સમાવેશ :

(1)યશપાલ પ્રકાશદાન ગઢવી, મામલતદાર, નવસારી ગ્રામ્ય
વર્ગ- 2 રહે. મામલતદાર ક્વાર્ટર, સહયોગ સોસાયટી, લુન્સીકુઇ રોડ, નવસારી 

(2) શૈલેષભાઇ એ. રબારી,
હોદ્દો : સર્કલ ઓફિસર, વર્ગ- 3
રહે. બી/403, સુરભી કોમ્પલેક્ષ, પરમેશ ડાયમંડની બાજુમાં,
સીંધી કેમ્પ રોડ, નવસારી

(3) સંજય ઇશ્વરભાઇ દેસાઇ,
નાયબ મામલદાર, મહેસૂલ, વર્ગ- 3
રહે. સી/402, સુરભી કોમ્પલેક્ષ, પરમેશ ડાયમંડની બાજુમાં, સીંધી કેમ્પ રોડ, નવસારી

(4) કપિલ રસીકભાઇ જેઠવા, કલાર્ક, નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી નવસારી વર્ગ- ૩
રહે. એ/5, મહાવીર રો હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ સુરત

આ પણ વાંચો :  વલસાડ : પ્રેમિકાને મળવા પ્રેમીએ અજમાવી ગજબની યુક્તિ, પ્રેમિકા પહેલા પોલીસ મળી ગઈ!

આ કામના ફરિયાદી માટી ખનન અંગેની પરમીટ મેળવી છૂટક માટી વેચાણ કરવાનો ધંઘો કરતા હતા. ફરિયાદીના માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતાં જમા કરવામાં આવ્યા હતા. આ ટ્રકો છોડાવા માટે ફરીયાદી આ કામના આરોપી નં. (1) ને મળતા તેઓએ આરોપી નં. (1)ને મળી વ્યવહારની લેવડદેવડ કરી લેવા જણાવતા ફરીયાદી આરોપી નં. (1)ને મળતા તેઓએ આ કામે રૂ.1,10,000/- ની લાંચની માંગી હતી. જે તે સમયે ફરિયાદીએ આરોપીને લાંચના 20 હજાર ચૂકવ્યા હતા. બાકીની રકમ બાબતે ફરિયાદીએ નવસારી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જે બાદમાં આજરોજ તા. 26-05-2020ના રોજ એસીબી તરફથી લાંચનું છટકું ગોટવવામાં આવ્યું હતું. જેમાં ચારેય લોકો પકડાયા હતા.
First published: May 26, 2020, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading