Home /News /south-gujarat /Navsari : લાખો માઇ ભક્તોનાં આસ્થાનું કેન્દ્ર છે મા આશાપુરીનું મંદિર, આવી છે માન્યતા, જુઓ video

Navsari : લાખો માઇ ભક્તોનાં આસ્થાનું કેન્દ્ર છે મા આશાપુરીનું મંદિર, આવી છે માન્યતા, જુઓ video

X
નવસારી

નવસારી શહેરની મધ્યમાં મા આશાપુરીનું મંદિર આવેલું છે. આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. આજે ચૈત્ર નવરાત્રીનાં દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં.

નવસારી શહેરની મધ્યમાં મા આશાપુરીનું મંદિર આવેલું છે. આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. આજે ચૈત્ર નવરાત્રીનાં દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં.

    Krushna salpure,Navsari : આજથી ચૈત્ર નવરાત્રીનો પારંભ થયો છે. હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું અનેરું મહત્વ છે. ચૈત્રી નવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરતા હોય છે.
    નવસારી શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક મા આશાપુરી માતાજીનું મંદિર શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે. આજે ચૈત્ર નવરાત્રીના દિવસે નવસારી જિલ્લા સહિત આજુબાજુના માઇ ભક્તો મા આશાપુરાના દર્શન માટે ઉમટી પડ્યા હતાં.


    આવી છે લોકવાયકા
    આ મંદિરનો એટલે મહિમા છે કે અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આશરે 384 વર્ષ જૂનુ આ મંદિર છે. મા આશાપુરા માતાજીના મંદિર સાથે અનેક દંત કથાઓ પણ જોડાયેલ છે. જેમાં એક કથાની વાત કરીએ તો હરગોવિંદ હરીવલ્લભદાસ નામના એક સોનીને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, વિજલપુર આગળ જોડીયાવડની તળે હું શું તેમાંથી મને કાઢ અને મારી પૂજા કર. હું તારા મનની આશા પૂરી કરીશ.

    હરગોવિંદદાસ સત્યા મિત્ર સાથે મળીને ત્યાં જઈ ખોદકામ કરતાં મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ લઈને તેઓ થોડીક આગળ આવી હાલ જ્યાં મંદિર છે, ત્યાં વડ નીચે મૂર્તિની સ્થાપના કરી હતી. હરગોવિંદ હરી વલ્લભદાસ નિ:સંતાન હતા. માતાજીની સ્થાપના બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો.
    માતાજી સિંહ ઉપર સવાર છે
    આ મંદિરમાં ગર્ભગૃહમાં મા આશાપુરા, મા સિદ્ધિવિનાયક, ગણપતિદાદા અને માર્કંડઋષિનો પ્રતિમા છે. મૂર્તિ સિંહ ઉપર બિરાજમાન મહિસાસુર મર્દિની સ્વરૂપમાં છે. મૂર્તિઓની પાછળ શેષનાગનું પ્રતીક છે. મંદિરના ઉપલા ભાગમાં નવ જેટલી દેવીઓના દર્શન થાય છે.

    આ પણ વાંચો: નવરાત્રિમાં કરો આ ઉપાય, દૂર થશે રાહુ-કેતુ દોષ અને ગ્રહો પણ થશે શાંત

    સવારથી ભાવિકો ઉમટી પડ્યાં
    નવસારીના મધ્યમાં આવેલું મા આશાપુરીનું મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજે ચૈત્ર નવરાત્રીના દિવસે વહેલી સવારથી જ માઇ ભક્તોનું ઘોડાપૂર દર્શન માટે ઉમટી પડ્યું હતું અને નવસારી શહેરીજોનો જ્યારે કંઈક નવી કઈ ખરીદી કરતા હોય છે, ત્યારે પ્રથમ મા આશાપુરી માતાજીના મંદિરે પૂજા કરવા આવે છે.
    First published:

    Tags: Local 18, Navsari News