Home /News /south-gujarat /Navsari: તમારે છત છે, તો આ મહિલાની જેમ આજીવન શાકભાજીની ચિંતા નહીં રહે, VIDEO

Navsari: તમારે છત છે, તો આ મહિલાની જેમ આજીવન શાકભાજીની ચિંતા નહીં રહે, VIDEO

X
કિચન

કિચન ગાર્ડન 

મહિલાઓને ખાસ તાલીમ આપી પોતાના ઘર આંગણે જીવામૃત દ્વારા કઈ રીતે સારી ગુણવતા વાળી શાકભાજી ઉગાડી રહ્યા છે.

  Sagar Solanki, Navsari:  ખેતી એ ભારત દેશની મૂડી માનવામાં આવે છે ત્યારે નવસારી જીલ્લામાં લોકો ખેતી વિવિધ રીતે કરતા હોય છે. મહત્વનું છે કે ખેતી એ સંઘર્ષ માગીલે તેવું કામ છે. પરંતુ આંજે આપણે વાત કરીશું એવી સંઘર્ષ શીલ મહિલાની જે પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન થકી શાકભાજી ઉગાડી પોતાના ઘરમાં તો વાપરે છે પરંતુ વધારાનું શાકભાજી વેચી આવક પણ મેળવે છે.

  ગાર્ડનિંગ થકી જીવામૃત દ્વારા શાકભાજી ઉછેરીને તેના વેચાણ દ્વારા સમગ્ર ઘરની જરૂરિયાત પણ સંતોષે છે. નવસારી જિલ્લાના મછાડ ખાતે રહેતા દીપ્તિબહેન પટેલ બે વર્ષથી પોતાના ઘરના આંગણામાં કુદરતી ખેતી કરી રહ્યા છે. મહત્વનું છે આ કોરોના જેવી મહામારીમાં જ્યાં લોકોને આજીવિકાના ફાંફા પડી રહ્યા હતા ત્યારે દીપ્તિબહેને પોતાની મહેનત અને સુઝબુઝના જોરે ઘરની જવાબદારીને પુરી કરવા સાથે તેમાંથી આવક મેળવતા હતા. અને અંતે સમગ્ર સોસાયટીને પૂરું પડી રહે તેટલું શાકભાજી તો તેઓને મળીજ રહેતું હતું.  કૃષિ યુનિવર્સિટી દ્વારા મહિલાઓને અપાઈ રહી છે તાલીમ

  નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન થકી હાલ અનેક ખેડૂતો કુદરતી ખેતી કરતા થયા છે. ત્યારે મહિલાઓને ખાસ તાલીમ આપી પોતાના ઘર આંગણે જીવામૃત દ્વારા કઈ રીતે સારી ગુણવતા વાળી શાકભાજી ઉગાડી શકાય તે અંગે તાલીમ આપવામાં આવી રહી છે જેના દ્વારા જીલ્લાની મોટાભાગની ખેડૂત મહિલા આ ગાય આધારિત ખેતી કરી રહી છે. અને ઘર ખર્ચને પહોચી વળવા સક્ષમ બની છે.  ગાય આધારિત ખેતીમાં છોડની ઉછેરની રીત

  કૃષિ કે.વી.કે શાખા સાથે તેઓ જોડાઈ તેમણે જીવામૃત આધારીત ખેતી કઈ રીતે કરવી તેના અંગે માહિતી મેળવી તાલીમ લઈ પ્રાંગણમાં તેઓ એકદમ સાદી અને સાત્વિક રીતે જ છોડવાનો ઉછેર કરે છે. સૌ પ્રથમ જમીન ઉપજાવ અને પાક સારો રહે તેના માટે જમીનમાં જીવામૃત નાખે છે. છાણીયું ખાતર આપીને બીજ તથા ધરુંની વાવણી કરી છોડના મૂળ આગળ માટીને થોડી ઉપર ચડાવી છોડની સતત માવજત કરતા હોય છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘અર્થિંન્ગ અપ’ કહે છે. તે પછી તે છોડવાઓને કુદરતી રીતે જ મોટા થવા દેવામાં આવે છે જો તે દરમિયાન કોઈ જીવાત કે રોગ આવે તો રાખ, ગૌમૂત્ર, ખાટી છાસ વગેરેનો જરૂરિયાત મુજબ છંટકાવ કરી શાકભાજી વ્યવસ્થિત રીતે પાકીને તૈયાર થઇ જાય ત્યારે તેની કાપણી કરી લેવામાં આવે છે.બીજી વાત કરીએ તો સામાન્ય રીતે રીંગણી , મરચા , ટામેટા , કોબીજ , ફૂલકોબીજ , તથા ડુંગળી જેવા નાના બીજવાળા શાકભાજીનું ધરુઉછેરીને કચરામાં ફેરરોપણી કરવામાં આવે છે . જેના માટે પ્રથમ શાકભાજીનું સારી સુધારેલ જાતનું બીજ મેળવવું જોઇએ .  ધરુ ઉછેર માટે કિચન ગાર્ડનમાં યોગ્ય જગ્યા પસંદ કરીને જરૂરી માપના ગાદી કચરા બનાવી આ કચરાઓમાં કોહવાયેલું છાણિયું ખાતર નાખી જમીનમાં ભેળવવું . ત્યારબાદ કચરામાં 8 થી 10 સે.મી. અંતરે 1.0 થી 2.0 સે.મી. ઊંડાઇની લાઇનો કાઢવી અને તેમાં જે તે શાકભાજીના બીજની વાવણી કરી માટીથી ઢાંકી દેવું અને તુરંત જ ઝારાથી કચરામાં પાણી આપ્યા બાદ ડાંગરનું પરાળ ઢાંકવું , ધરૂ 3 થી 4 અઠવાડીયામાં રોપણી લાયક થાય ત્યારે તૈયાર કરેલ કચરાઓમાં ધરુની ફેરરોપણી કરવી . શાકભાજીના પાકોમાં ઉનાળામાં 8 થી 10 દિવસે અને શિયાળામાં 12 થી 15 દિવસના ગાળે પિયત આપી સારો એવો પાક મેળવી શકાય છે.


  ઘરાઆંગણે શાકભાજી ઉગાડવાના ફાયદાઓ

  • તાજા અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર ગમે ત્યારે મેળવી શકાય છે.

  • બજારમાં મળતા મોંઘા શાકભાજીનો ખર્ચ ઘટાડી શકાય છે.

  • ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષ સિવાય ના અને કુદરતી સેંન્દ્રિય ખાતરોના ઉપયોગવાળા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકાય છે.

  • આપણા ફાજલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી શરીર તંદુરસ્ત રાખી શકાય છે.

  • ઘર આંગણા ના બગીચા માં વિવિધ પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે, સ્વચ્છતા જળવાય છે.

  • ઘર આંગણે બાળકો વિવિધ ફૂલ , છોડ , પાકની ઓળખ , ખેતી પધ્ધ્તી અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ નિહાળી, મેલવી શકે છે.

  • ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદઉપયોગ થતાં પ્રદુષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે.
  શાકભાજીની વિશિષ્ટ લાક્ષણિકતાઓ

  • કાકડી અને દૂધી - કમળો, કબજીયાત મટાડવામાં અને વાળ માટે લાભદાયી છે.

  • કારેલા અને ગલકા - ડાયાબીટીસ , દાઝેલા ઘા રુઝવવામાં ઉપયોગી છે.

  • કોબીજ અને બ્રોકોલી - કેન્સર , કફ ,તાવ સામે પ્રતિકારક કેળવે છે

  • ગલકા અને તૂરિયા - રેચક પ્રકારના હોઇ અપચો દૂર કરે છે.

  • કોલીફલાવર - સ્ક્ર્વી તથા રુધિરાભિસરણ માં ઉપયોગી છે.

  • ટામેટા - લોહીના શુધ્ધિકરણ માં ઉપયોગી છે.

  • મૂળા - લીવર અને ગળાની સમસ્યા હલ કરે છે.

  • ગાજર - આંખોનું તેજ વધારે , મોતીયા સામે રક્ષણ આપે છે.

  • જીવંતીકા-ડોડી - આંખોના દર્દો મટાડે છે.

  •મેથી - અપચો, બરોળ, લીવરના રોગ સામે રક્ષણ આપે છે .

  • ડુંગળી - રુધિરમાં શર્કરાનું પ્ર્માણ ઘટાડે છે.

  • લસણ - રોગ સામે રક્ષણ આપે છે.
  First published:

  Tags: Local 18, નવસારી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन