સોલ્ટ સત્યાગ્રહ એટલે કે સાયકલ યાત્રાનું આયોજન કર્યું. સમગ્ર 7 દિવસની આ યાત્રામાં 19 જેટલા સાઈકલિસ્ટ લોકો જોડાયા જેમાં UK થી પણ લોકો આ રાઈડમા જોડાયા છે.
Sagar Solanki, Navsari: દેશની આઝાદીના પ્રમુખ સ્થાન ગણાતો નવસારી જિલ્લો અને તેનું પણ દાંડી મેમોરીયલ જ્યાં હાલ અમદાવાદ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી સોલ્ટ રાઈડ આવી પહોંચી છે. ગો ધાર્મિક સંસ્થા દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી નવસારીના દાંડી મેમોરિયલ સુધી આ સોલ્ટ સત્યાગ્રહ એટલે કે સાયકલ યાત્રાનું આયોજન કર્યું. સમગ્ર 7 દિવસની આ યાત્રામાં 19 જેટલા સાઈકલિસ્ટ લોકો જોડાયા જેમાં UKથી પણ લોકો આ રાઈડમા જોડાયા છે.
સામાજિક સેવા કરતી સંસ્થા ગો ધાર્મિક સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી આવી છે. આં સંસ્થા લંડન અને ભારત દેશમાં પણ કાર્યરત છે ત્યારે અમદાવાદથી નીકળેલી આ યાત્રાને ભારત દેશના તમામ રાજ્યોમાંથી પૂરેપૂરો સાથ સહકાર મળ્યો હતો. ગો ધાર્મિક ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે પર્યાવરણની રક્ષા ને અનુસંધાને આ સાયકલ રાઈડ દર વર્ષે યોજવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદેશ દેશ સેવાનો રહ્યો છે.
આઝાદી મેળવવાના સપના સાથે 12મી માર્ચ 1930માં મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા યોજી હતી. જે આઝાદી મેળવવામાં ખૂબ મહત્વની સાબિત થઇ હતી. ત્યારે સામાજિક સંસ્થા ગો ધાર્મિક ગ્રુપ દ્વારા દાંડીયાત્રાનો અનુભવ મેળવવા માટે 390 કિલોમીટરની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાત્મા ગાંધીના વિચારો માત્ર આપણાં દેશ પૂરતા સીમિત નથી, એતો સાત સમુદ્ર પાર પણ પોતાનું વર્ચસ્વ જમાવી લોક ચાહના મેળવી છે. જેના ઉદાહરણરૂપે લંડનની ગો ઘાર્મિક સંસ્થા આયોજિત 10 ડીસેમ્બર થી 16 ડીસેમ્બર દરમ્યાન સાબરમતી આશ્રમ થી દાંડી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશમાંથી ગાંધીબાપુના સંદેશો પોહચડાવા દાંડી પથ પર વિદેશીઓ અને એનઆરઆઈ સાથે દેશના સાયકલ યાત્રીઓ સાયકલ યાત્રા લઈને નવસારી શહેરમાં આવી પોહચ્યા છે. આ સાયકલીસ્ટોમાં 18 વયના યુવા થી 70 સુધીના કુલ કુલ 19 સાયકલીસ્ટ છે જેમાં 11 વિદેશીઓ અને 8 દેશના સાયકલીસ્ટ છે.
ગાંધીબાપૂ સત્યાગ્રહ સમયે જ્યાં જ્યાં રોકાયા હતા તે તે વિસ્તારમાં આં સાયકલીસ્ટ રોકાયા અને લોકોમાં ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા અને લોકોની સેવા એજ પ્રભુ સેવા સાથે એકતા અને પ્રેમ કરવાના ગાંધીજીના સંદેશા સાથે આવતી કાલ દાંડી ખાતે વિસર્જન થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર