Home /News /south-gujarat /

નવસારીના આ પ્રાધ્યાપક વગાડે છે 70 પ્રકારની સીટી

નવસારીના આ પ્રાધ્યાપક વગાડે છે 70 પ્રકારની સીટી

નવસારીના પ્રોફેસર નિલ દેસાઇ

સીટી વગાડવી એમ તો અસભ્ય બાબત ગણાય છે. પણ સીટી વગાડવી એક કળા પણ હોય શકે. આ કળાને નવસારીના નિલ દેસાઈએ વિકસાવી.

    રાજન રાજપુત, નવસારીઃ સીટી વગાડવી એમ તો અસભ્ય બાબત ગણાય છે. પણ સીટી વગાડવી એક કળા પણ હોય શકે. આ કળાને નવસારીના નિલ દેસાઈએ વિકસાવી. વ્યવસાયે પ્રાધ્યાપક અને ડૉક્ટરેટની ડીગ્રી ધરાવતા નિલ 60થી 70 પ્રકારે સીટી વગાડે છે.

    સીટી બજા, વહીસલ પોડું, વહીસલ બ્લોવર, વગેરે સાથે જોડાયેલી સામાન્ય સીટીની અસામાન્ય કલા નવસારીના તલોધ ગામમાં રહેતા નિલ દેસાઈએ વિકસાવી છે. ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા હતા ત્યારે નિલે તેના મિત્ર અને પિતરાઈ બહેન પાસે સીટી વગાડવાનું પ્રથમ વાર શીખ્યું.અને હવે આજે 45 વર્ષ ની ઉંમરે નિલ જુદા જુદા પ્રકારે 60 થી 70 સીટી વગાડે છે.

    સામાન્ય રીતે લોકો એક આંગળી અને અંગુઠા વડે અથવા હોઠ વડે હવા બહાર કાઢી સીટી વગાડતા હોય છે. પરંતુ નિલ 70 પ્રકારની સીટી વગાડી શકે છે. દરેક આંગળીનો ઉપયોગ કરી નિલ સીટી વગાડે છે. તો સાથે જ આંગળીઓ ઊંઘી કરી અને અંગુઠા વડે પણ નિલ અફલાતૂન સીટી વગાડે છે. આ સિવાય પોલીસની સીટી બસ કંડકટરની સીટી સાથે પક્ષીઓના અવાજ પણ નિલની સીટીમાં સંભળાય છે.

    આપણા સભ્ય સમાજમાં સીટી સામાન્ય પણે જાહેરમાં વગાડવી અસભ્ય બાબત ગણાય છે. પરંતુ સામાજિક રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા નિલની સીટી તેના વિસ્તારમાં અસભ્ય ગણાતી નથી. સીટી વગાડવાની ખાસિયતના કારણે નિલ અનેકવાર લોકોને ઉપયોગી પણ બન્યા છે. તેમની સીટીના અવાજની તીવ્રતા એટલી હોય છે કે એક કિલોમીટર દૂર સુધી પણ તેનો અવાજ સાંભળી શકાય છે.

    સીટી વગાડવાની કલાને પોતાની આગવી ઓળખ ગણતા નિલ અમિતાભ બચ્ચન ના ખાસ ફેન છે. જ્યારે તેઓ બચ્ચનને ઓન સ્ક્રીન જુએ અથવા દેશ દાઝ દેખાડતા કોઈ ફિલ્મી સીન જુએ તો નિલથી એક સીટી અનાયાસ વાગી જાય છે. નિલે એક ખાસ પોતાની સિંગનેચર સીટી પણ વિકસાવી છે. જે સીટીથી નિલનો કોઈ પણ મિત્ર તેને ગમે તેટલા અંતર ઉપરથી પણ ઓળખી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Professor, દક્ષિણ ગુજરાત, નવસારી

    આગામી સમાચાર