Home /News /south-gujarat /Navsari : લક્ષ્મણભાઇએ ફકત ચાર સેકન્ડમાં શ્રીફળ દાંતથી છોલી બતાવ્યું, જુઓ VIDEO

Navsari : લક્ષ્મણભાઇએ ફકત ચાર સેકન્ડમાં શ્રીફળ દાંતથી છોલી બતાવ્યું, જુઓ VIDEO

X
નવસારીનાં

નવસારીનાં લક્ષ્મણભાઇ પુરોહિત માત્ર ચાર સેકન્ડમાં શ્રીફળ છોલી નાખે છે. મિત્રોએ આપેલી ચેલેન્જ બાદ સતત મહેનતથી આ કલા વિકસાવી છે.

નવસારીનાં લક્ષ્મણભાઇ પુરોહિત માત્ર ચાર સેકન્ડમાં શ્રીફળ છોલી નાખે છે. મિત્રોએ આપેલી ચેલેન્જ બાદ સતત મહેનતથી આ કલા વિકસાવી છે.

    Krushna salpure, Navsari : નવસારીનાં લક્ષ્મણભાઇ પુરોહિતનાં દાંત ખુબ જ મજબૂત છે. લક્ષ્મણભાઇ પુરોહિત દાંત વડે શ્રીફળ છોલી નાખે છે. એ પણ ફકત ચાર સેકન્ડમાં જ. લક્ષ્મણભાઇની કલા ભલભલાને નવાઇ પમાડે તેવી છે.


    શ્રીફળ ખુબ જ મજબૂત હોય છે. શ્રીફળને છોલવા માટે લોખંડનાં ઓજારની જરૂર પડતી હોય છે. ત્યારે શ્રીફળ છોલાતું હોય છે. પરંતુ દાંતથી શ્રીફળ છોલવું સ્વપ્ન જોવા સમાન છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે નવસારીનો યુવાન દાંતથી શ્રીફળ છોલી નાખે છે. એટલું જ નહીં શ્રીફળ ફકત ચાર સેકન્ડમાં જ છોલીને બતાવે છે.


    મિત્રોએ શ્રીફળ દાંતથી છોલવાની ચેલેન્જ આપી હતી
    લક્ષ્મણભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી કલાથી માહિતીગાર છે. શ્રીફળ દાંત છોલવા માટે મજબૂત દાંત જરૂરી છે. મારા મિત્રોએ દાંતથી શ્રીફળ છોલવાની ચેલેન્જ આપી હતી. ત્યારે મે પ્રથમ પ્રયાસ કર્યો હતો. આ વાતને આજે 20 વર્ષ થયા છે. ધીમે ધીમે કલા વિકસતી ગઇ. આજે હું માત્ર ચાર સેકન્ડમાં શ્રીફળ છોલી નાખું છું.



    શ્રીફળ દાંત વડે છોલવાની એક રમત હતી
    શ્રીફળને દાંત વડે છોલવાની પરંપરા અને રમત સૌ પ્રથમ બનાસકાંઠામાં જન્મી હતી.આ રમત તહેવારોમાં સો વર્ષથી વધુના સમયથી ચાલતી આવે છે. સામાન્ય માણસ માટે દાંતથી શ્રીફળ છોલવુંએ ખૂબ અઘરી બાબત છે. પરંતુ લક્ષ્મણભાઈ પોતાના દાંતથી શ્રીફળ છોલવા સતત પ્રેક્ટિસ કરતા હતાં. આજે આ કલામાં માહિર બન્યાં છે.
    First published:

    Tags: Local 18, Navsari News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો