એસબીઆઇનાં નિવૃત કર્મચારી યઝદીભાઇ કોનટ્રાકટરનાં પિતાનું કેન્સરથી નિધન થયું હતું. બાદ જિલ્લાનાં વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નવસારી શહેરમાં 800થી વધુ લોકોને વ્યસન મુક્ત બનાવ્યાં છે.
એસબીઆઇનાં નિવૃત કર્મચારી યઝદીભાઇ કોનટ્રાકટરનાં પિતાનું કેન્સરથી નિધન થયું હતું. બાદ જિલ્લાનાં વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નવસારી શહેરમાં 800થી વધુ લોકોને વ્યસન મુક્ત બનાવ્યાં છે.
krushna salpure, Navsari: નવસારી જિલ્લાને વ્યસન મુક્ત કરવા એસબીઆઇનાં નિવૃત કમર્ચારી યઝદીભાઇ જાનભાઇ કોન્ટ્રાકટરે મૂહિમ ઉપાડી છે. વર્ષ 2001માં યઝદીભાઇનાં પિતા જાનભાઇનું કેન્સરની બીમારીનાં કારણે નિધન થયું હતું. બાદ જિલ્લાને વ્યસન મુક્ત કરવા કટ્ટીબધ્ધ થયા છે. અત્યાર સુધીમાં નવસારી શહેરનાં 800થી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યાં છે. લોકોને તમાકુનું સેવન બંધ કરી દીધું છે. યઝદીભાઇ પારસી સમાજમાંથી આવે છે.
કેવી રીતે આ અભિયાન નો વિચાર આવ્યો પિતાનું કેન્સરના કારણે નિધન થયું હતું. ત્યારથી જ યઝદીભાઈએ એક સંકલ્પ કર્યો હતો. હવે મારે કોઈને પણ આ કેન્સરના ભરડામાં જતો જોવો નથી. મુસ્કુરાહટ નામની ટીમ બનાવી છે. આ ટીમ નવસારી અને આસપાસનાં ગામડામાં ફરીને લોકોને જાગૃત કરે છે. લોકોને તમાકુ છોડાવવાનું કામ કરી રહ્યાં છે.
મુસ્કુરાહટ ટીમ આ અભિયાન માટેશું કાર્ય કરે છે ટીમ મુસ્કુરાહટ અઠવાડિયામાં એક કાર્યક્રમનું આયોજન કરે છે. કાર્યક્રમમાં સંગીતનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. આ સંગીતના તાલ સાથે તેઓ તેમના મોઢા ઉપર મુસ્કુરાહટ લાવે છે. યઝદીભાઈ અને તેમની ટીમનો એક જ ધ્યેય છે કે, કોઈ પણ વ્યક્તિતમાકુનું સેવન ન કરે અને આ વ્યસનના ભરડામાં ન ફસાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર