Home /News /south-gujarat /Amreli: આ લોખંડી તિજોરી ચોરોથી પણ ન તૂટી, સામે આવ્યા જોવાજેવા CCTV! 

Amreli: આ લોખંડી તિજોરી ચોરોથી પણ ન તૂટી, સામે આવ્યા જોવાજેવા CCTV! 

X
તિજોરી 

તિજોરી 

NH 48 પર શો રૂમમાં ચોરી કરવા ચોરટા ઓ તો પહોચ્યા પરંતુ પ્રયાશ નિષ્ફ્ળ રહ્યો. લોખંડી તિજોરી નહીં તૂટતા ચોરોની ઘર વાપસી 

    Navsari: ચોર ટોળાઓ હવે ઘર દુકાન છોડીને શો રૂમ સુધી ચોરી કરવા પહોંચી ચુક્યા છે. મોટા મોટા શો રૂમોમાં હાઇટેક CCTV હોવા છતાં ચોરીની નવી નવી તરકિબો અપનાવી ચોરીને અંજામ આપતા હોઈ છે. નવસારીમાં પણ કઈક એવી જ ઘટના બની છે જેમાં ઠંડી વધતા ચોરટાઓએ કસબ અજમાવ્યો છે. જેમાં નેશનલ હાઇવે નંમ્બર 48 પર તેજપાલ મોટર્સમા ચોરી કરવા ચોરટા ઓ તો પહોચ્યા પરંતુ પ્રયાશ નિષ્ફ્ળ રહ્યો. ટાટા કંપનીના હેવી વ્હિકલ વેચતા શો રૂમમાં તિજોરી તોડવાનો પ્રયાસ તો કાર્યો પરંતુ ચોરોને સફળતા મળી નહીં.

    તિજોરી તોડવામાં ચોરટાઓ નિષ્ફળ જતા અન્ય સ્થળોએ વેરવિખેર કર્યું. આ સમગ્ર ચોરીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે જેટલા ચોરટા નજરે ચડી રહ્યા છે. સાથે બન્ને તિજોરી તોડવાના અથગ પ્રયશો તો કરી રહ્યા છે પરંતુ આ લોખંડી તિજોરી તોડવી ચોરટાઓ ના બસની બહાર જણાઈ આવતા ત્યાંથી પલાયન થયા હતા.



    તાળું તોડી અંદર શો રૂમમાં પ્રવેશી ચોર ગેંગણી નિષ્ફ્ળતા CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતા કંપનીના મેનેજરે ગ્રામ્ય પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી. જીલ્લામાં ચોરીના બનાવોમાં સતત વધારો થતા પોલીસની કામગીરીમાં પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ લોખંડી તિજોરીએ શો રૂમની લાજ રાખી તેમ કહેવાય તો ખોટું નથી. કારણકે અગાઉ પણ નવસારી જીલ્લામાં અનેક સ્થળોએ ચોરીના બનાવો બન્યા હોવાની ઘટના બની છે જે શહેરી જનોની ઊંઘ ખરાબ કરે તેવી છે.
    First published:

    Tags: Local 18, નવસારી, સીસીટીવી

    विज्ञापन