Sagar Solanki, Navsari: ગુજરાતની સ્થાપના ના 62 વર્ષ બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદના ગામોમાં એક અનોખું આંદોલન ઊભું થયું છે જેમાં ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના આદિવાસી વિસ્તારના 50 જેટલા ગામડાઓ કે જેને ગુજરાતમાં સામેલ કરવા માટેની માંગ ઉઠી છે. 50000 થી વધારે નાગરિકોની વસ્તી ધરાવતા મહારાષ્ટ્રના આ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નહીં કરાઈ હોવાનું ગ્રામજનોનું આકલન છે.
અધૂરા વિકાસની હોડ નાગરિકોને પોતાનાજ રાજ્યની સરકારના વિરોધમાં ઉતરવા મજબૂર કરે છે આવી જ ઘટના મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકામાં બની છે. જેમાં 50 જેટલાં ગામોને ગુજરાતમાં જોડવા લોકોની માંગ ઉઠવા સાથે સીમા સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે.
રોડ રસ્તા અને શિક્ષણ તો ઠીક પરંતુ જો કોઈ ઇમર્જન્સી સેવાની જરૂર પડે તો દવાખાના સુધી પહોંચવા પહેલા દર્દી પોતાનો જીવ ગુમાવે તેવી પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે. જેથી કરી નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના 50 જેટલા ગામોના લોકોને ગુજરાતમાં જોડવા સુરગાણા તાલુકા સીમા સંઘર્ષ સમિતિની રચના કરાઈ છે. વિકાસશીલ સરકાર ના ખોળે બેસેલો આ નાસિક જીલ્લો અને તેનો પણ સુરગણા તાલુકાનો વિકાસ કરવાનું સરકાર જાણે ભૂલી જ ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેમને ધંધા રોજગાર આરોગ્ય કે શિક્ષણ માટે જો ગુજરાતમાં જ આવવું પડે તેમ હોય તો મહારાષ્ટ્રમાં તેમનો સમાવેશ શા માટે કરવામાં આવે છે તેનો જવાબ ત્યાંના સ્થાનિકો માગી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં આ તહેસીલ નો વિરોધ ઉગ્ર બનતા સ્થાનિક આગેવાનો ગ્રામજનોને આશ્વાસન આપવા માટે પહોંચ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધરપત આપી હતી. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેથી ગ્રામજનો રોષે ભરાયા છે.
સુરગાણા તાલુકાના ગ્રામજનોએ ભેગા મળીને આં કામ માટે સીમા સંઘર્ષ સમિતિની રચના કરી અને ગુજરાતના વાંસદા તાલુકા ખાતે આવીને મામલતદારને આવેદન પાઠવી ગુજરાત સરકારને આ બાબતે યોગ્ય પગલાં લેવા વિનંતી પણ કરી હતી. મહત્વનું છે કે અધિકારીઓ દ્વારા તેમને આ બાબતમાં સમજાવ્યા હતા કે ભારતીય બંધારણ મુજબ સરહદ ભળવાની વાત હોય ત્યારે બંને રાજ્યની વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. જોકે આ કાર્યવાહી થશે ત્યારબાદ જ આગામી નિર્ણય સીમા અંગે લેવામાં આવી શકશે.
નાસિક જિલ્લાને અડીને આવેલા સરહદીય વિસ્તારોમાં મોટાભાગે આદિવાસી સમુદાયના ગામો છે હવે આ મહારાષ્ટ્રના ગામોએ ગુજરાતમાં ભળવા માટે સંઘર્ષ શરૂ થયા છે પરંતુ વિધાનસભામા ક્યાં પ્રકારની રજુઆત થાય અને તહેસીલમા પરિવર્તન આવે કે પછી સુવિધાઓ ગામ સુધી પહોંચે તે હવે સરકારના નિર્ણય પર આધાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર