Home /News /south-gujarat /Navsari: મજબૂરી: શિક્ષકોના અભાવ એમાં આદિવાસી વિદ્યાર્થીઓનો શું વાંક?

Navsari: મજબૂરી: શિક્ષકોના અભાવ એમાં આદિવાસી વિદ્યાર્થીઓનો શું વાંક?

X
અહી

અહી શિક્ષકોની ઘટ 

વાંસદા તાલુકાની 182 શાળામાં 127 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જેના કારણે 50 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક અભ્યાસ કરાવતો ચોંકાવનારો ખુલાસો થયો છે.

    Navsari: શિક્ષણ એ હાલના સમયના બાળકો ની તાતી જરૂરિયાત છે. નિરક્ષર માણસ આ દુનિયામાં અંશ બરાબર કહેવાય છે ત્યારે રાજ્યના છેવાડાના બાળકો સુધી સાક્ષરતા પહોંચે તેવા ઉદ્દેશ્ય થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને શાળા જવા માટે પ્રોત્સાહિત કરે છે પરંતુ વાંસદા તાલુકામાં આવેલી 182 શાળામાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વિખુટા પડ્યા છે. નવસારી જિલ્લાનો છેવાડાનો તાલુકો એટલે વાંસદા તાલુકો વાંસદા તાલુકામાં કુલ 96 જેટલા ગામો આવેલા છે અને આ તાલુકામાં 182 જેટલી શાળાઓ શિક્ષણકાર્યમાં કાર્યરત છે.

    પરંતુ આ 182 શાળામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ જોવા મળી રહી છે વાંસદા તાલુકાની 182 શાળામાં 127 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જેના કારણે 50 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક અભ્યાસ કરાવતો ચોકાવનારો ખુલાસો થયો છે.



    આજનું બાળક એ આવતીકાલના દેશનું ભવિષ્ય છે અને સારું શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો જન્મ સિદ્ધ અધિકાર છે પરંતુ સરકારી શાળામાં શિક્ષકોની ઘટના કારણે ગરીબ આદિવાસી પરિવારો પોતાના બાળકને ક્યાં તો અભ્યાસ અર્થે મોકલતા નથી અથવા મજબૂરી વર્ષ મોંઘીદાસ સ્કૂલોમાં મુકવા પડે છે એવામાં રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરે એવી માંગ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. શિક્ષણની મોટી મોટી વાતો કરતી સરકારના રાજમાં આદિવાસી તાલુકામાં જ 126 શિક્ષકોની ઘટથી બાળકોના ભવિષ્યને જોખમ સાબિત થયું છે.

    રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં હાલ કરવામાં આવી નથી જેથી કરીને વાંસદા તાલુકામાં જ્યાં શિક્ષકોની ઘટ છે એ પુરાઈ શકી નથી. અપૂરતા શિક્ષકોના કારણે વાલીઓ પણ મોંઘીદાર શાળાઓમાં વિદ્યાર્થીઓને મૂકવા મજબૂર બન્યા છે 182 સરકારી શાળાના શિક્ષક કાર્યમાં અસર દેખાઈ રહી છે. 126 શિક્ષકોની જગ્યા ઘણા સમયથી ખાલી છે મહત્વના ગણાતા એવા અંગ્રેજી, ગણિત,વિજ્ઞાન જેવા જરૂરી વિષયોમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે.

    વિધાનસભામાં સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે શિક્ષકોની ઘટ બાબતે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ એ સમયે શિક્ષણ મંત્રી દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ એમને પણ યોગ્ય પગાર ન ચૂકવતા હાલ એ શિક્ષકો પણ શાળાએ આવી રહ્યા નથી જેને લઈને વાંસદા તાલુકાના 96 ગામમાં આવેલી 182 જેટલી શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે.

    જ્યાંથી બાળકોનો પાયો ઘડાવા જઈ રહ્યો છે. તે જ પ્રાથમિક તબક્કા માટે આદિવાસી વિસ્તારોમાં ચાલતી ઘણી શાળા ધોરણ 1 થી 5 સુધીમાં એક જ શિક્ષકો ભણાવતા હોય ત્યારે સરકારી પ્રાથમિક શાળામાં અવર નવર મિટિંગ કે તાલીમનો સિલસિલો ચાલુ રહે છે ત્યારે માત્ર એક જ શિક્ષક ધરાવતી શાળાના શિક્ષકો મિટિંગ કે તાલીમમાં જાય ત્યારે શાળા રામ ભરોસે જ ચલાવવી પડે છે, એવામાં બાળકોના ભણતરમાં કેવો ન્યાય અપાતો હશે એ કલ્પના કરી શકાય છે
    First published:

    Tags: Local 18, Students, Teacher, નવસારી, શિક્ષણ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો