Home /News /south-gujarat /Navsari: કેવી હોય છે આદિવાસીઓની માવલી પુજા, જે માંગે તે મળે, જુઓ વીડિયો

Navsari: કેવી હોય છે આદિવાસીઓની માવલી પુજા, જે માંગે તે મળે, જુઓ વીડિયો

X
માવલી

માવલી પૂજા 

ખાસ કરીને માવલી પૂજામાં એવુ માનવામાં આવે છે કે દેવ પાસે જે માંગવામાં આવે તે પૂરું થાય છે. ધારેલું કામ પુરુ થાય, ખેતીવાડીમાં બરકત આવે છે.

  • Hyperlocal
  • Last Updated :
  • Navsari, India
    Sagar Solanki, Navsari:  દરેક સમાજના અલગ અલગ રીવાજ અને અલગ અલગ પરંપરાઓ હોય છે. જેમાં પણ આદિવાસી સમાજની પરંપરાઓનું કઈક અલગજ મહત્વ છે. પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અનેક રીત રિવાજ અને પરંપરા થી વરેલો સમાજ છે. ઘેરીયા, તુર, કંસરી પૂજા તેવી વિવિધ પૂજાઓનો સમાવેશ થાય છે. જેમાં પણ માવલી પૂજનનુ આદિવાસી સમાજમાં અનોખુ જ મહત્વ છે. ખાસ કરીને આદિવાસી કુકણા સમાજ દ્વારા માવલી પૂજા કરી દેવને પ્રસન્ન કરવાના પ્રયશો કરવામાં આવે છે.

    નવસારી જીલ્લામાં 2 તાલુકા ગણદેવી અને વાંસદા તાલુકો એ સમગ્ર આદિવાસી વિસ્તાર છે મહત્વનું છે કે આ સમાજની પરંપરા એ દરેક કામની પહેલા આવતી હોય છે. ખાસ કરીને માવલી પૂજામાં એવુ માનવામાં આવે છે કે દેવ પાસે જે માંગવામાં આવે તે પૂરું થાય છે. ધારેલું કામ પુરુ થાય, ખેતીવાડીમાં બરકત આવે છે.



    મહત્વનું છે કે આદિવાસી સમાજમાં ઘણા બધા તહેવારો આવતા હોય છે હોળી દિવાળી ની પણ અલગ પૂજાઓ હોય છે. બારસ તેરસના દિવસે વાઘ દેવની પણ પૂજા કરવામાં આવતી હોય છે જેનું પણ અલગ જ મહાત્મ છે. જોકે કુકણા સમાજનો ધાર્મિક પ્રસંગ માવલી પૂજા જેમાં પ્રકૃતિક પૂજક આદિવાસીઓ દિવાળી બાદ અન્નની દેવી માવલી માતાજીની પૂજા કરતા હોય છે.



    પરંપરાગત રીતે પાંચ વર્ષે એકવાર થતી માં માવલીની પૂજામાં ગામેગામના ભગતો આવતા હોય છે, આખી રાત ભગતો માવલી માતાના ગુણગાન કથા સ્વરૂપે ગાય છે. સાથે જ અન્ય લોકો આદિવાસી વાદ્ય પાવરી, તૂર, ઢોલ વગાડી પગમાં ઝાંઝર પહેરી નૃત્ય કરીને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે.આદિવાસી લોકગીતો અને ભજનો ગાતા ગાતા રાત આખી થતી આરાધનામાં માવલી માતાજી સહિત દેવી દેવતાઓ ભગતો અને લોકોના શરીરમાં પ્રવેશ કરી પૂજા દરમિયાન આશિર્વાદ પણ આપતા હોવાની આદિવાસીઓમાં માન્યતા છે. ત્યાર બાદ સવારના સમયે હોબ યાત્રા સાથે આદિવાસી લોકો પર્વત પર માવ્લીના સ્થનાની પૂજા કરી દીવડા અને ફૂલ ચડાવી શ્રીફળ વધારી આ સમગ્ર માવલીની ઉજવણી કરતા હોય છે.



    મહત્વનું છે કે માવલી પૂજામાં ડાંગ અને મહારાષ્ટ્રના ગામોથી પણ ભગતો આવી પૂજા કરતા હોય છે. જે શ્રદ્ધાથી માવલી માતાજીની પૂજા અર્ચના કરી, નાચ ગાન સાથે માતાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે. મહત્વનું છે કે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ સાથે દેવી દેવતાઓના આશિર્વાદ પણ સફળતાના સોપાન સર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેને ધ્યાને રાખી પ્રાકૃતિક પૂજક એટકે આદિવાસી સમાજ વિવિધ કામોમાં પ્રથમ પોતાના દેવી દેવતાઓને યાદ કરતા હોય છે.



    માવલી પૂજામાં વિવધ ભગતો

    માવલી પૂજા વિવિધ ભગતો દ્વારા કરવામાં આવતી હોય છે. મુખ્ય (મુમ્બે) જે માવલી માતાની કથા કરે છે. બીજો ભગત શિરમાંવલી, અન્ય એક પૂજા દરમ્યાન ટાપરો આવે જે કીરચી વગાડે છે. એક પાવરી વાદન કરે છે. એક ઢોલક વાળો હોય અને નાચવા વાળા અને ગીત ગાવા વાળા સાથે સમગ્ર ટીમ મનોરંજન કરી માતાજીને રીઝવતી હોય છે.

    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन