નવસારીમાં એક સાસુએ પોતાની પુત્રવધુને દીકરીથી વિશેષ સાચવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપ્યું અને કોરોનામાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની પત્નીને પુત્રવધુને દીકરી તરીકે સ્વીકારી કરાવ્યા પુનરલગ્ન
Sagar Solanki, Navsari: કોરોનાના કહેરે અનેક જીવ લીધા છે. કોઈની માતા ગઈ છે તો કોઈ ના પિતા તો કોઈ ના પતી ત્યારે નવસારીમાં કોરોના મહામારીમાં પુત્ર ગુમાવનાર માતા પિતાએ પુત્રવધુને દીકરી તરીકે સ્વીકારી વિધવા પુત્ર વધુને પુનલ લગ્ન કરાવી સાસુ સસરાએ માતા પિતાની ફરજ અદા કરી છે સમાજમાં સંયુક્ત કુટુંબ એ વસુદેવ કુટુંબ છે તેવું માનવામાં આવે છે. ત્યારે કોરોના મહામારીએ સંયુક્ત કુટુંબને પણ વેરવિખેર કરી નાખ્યું છે. ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની પત્નીને પુત્રવધુને દીકરી તરીકે સ્વીકારવી એ એક ઉદાહરણરૂપ છે.
નવસારીના હરીશભાઈ મહેતા અને શીલાબેન મહેતાના પુત્ર સુજલ મહેતા તેમના ધર્મ પત્ની રીમાબેન અને એક આઠ વર્ષની દીકરી હારની સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા હતા પરંતુ 2021 માં કોરોનાની મહામારીએ પકડેલા જોરના લપેટમાં પરિવારનો દીકરો સુજલ પણ સપડાયો હતો. મહેતા પરિવારના સુજલને કોરોના ભરખી જતા તેનું દુખદ અવસાન થયું હતું. જેને કારણે માતા-પિતા તેમના પુત્રની પત્ની અને બાળકી હારની નોંધારા બન્યા હતા.
પુત્રવધુના લગ્ન કરાવી કન્યાદાન કરી તમામ સમાજમાં જાગૃતતા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું
દસ વર્ષની લગ્ન જીવનની ખુશાલ જિંદગી કાતિલ કોરોનાએ છીનવી લીધી હતી. પરંતુ પુત્રવધુને નવું જીવનદાન આપવા સુજલના માતા પિતા હરીશભાઈ અને શીલાબેન પુત્રવધુ રીમાને એક દીકરી તરીકેનો પ્રેમ આપ્યો. પુત્રવધુને નવી જિંદગી આપવા સાસુ સસરાએ પુત્ર વધુ રીમાના પુનલગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું અને અમેરિકા સ્થિત નિમેશ ગાંધી નામના યુવક સાથે દીકરી રિમાના લગ્ન નક્કી થયા. મહેતા પરિવારે પુત્રવધુના લગ્ન કરાવી કન્યાદાન કરી તમામ સમાજમાં જાગૃતતા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉમદા વિચારોને કારણે સાસુ સસરાએ પુત્રવધુને દીકરી તરીકે સ્વીકારી પુનર લગ્ન કરાવ્યા નવસારીની ખાતે રીમા અને નિમેશના પુન લગ્ન થયા સાથે સાથે આઠ વર્ષની હારની પણ પિતાની છત્ર છાયા મળી છે. નવસારીમાં સાસુ સસરાએ વિધવા પુત્ર વધુના પુનર લગ્ન કરાવી સમગ્ર સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નવસારી જીલ્લમાં અત્યાર સુધી કોરોનાએ તંત્રના ચોપડે કુલ ૨૧૧ લોકોના મોત નીપજ્યા છે જોકે મહત્વનું છે કે આ સિવાય પણ અનેક લોકોના મૃત્યુ નોંધાયા છે જેનો સમગ્ર જીલ્લો સાક્ષી છે. કારણકે નાકડા નવસારી જીલ્લામાં કોરોના કાળની શરુઆતથી અત્યાર સુધી 12836 જેટલા લોકો પોઝીટીવ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 12625 જેટલા લોકો સજા પણ થયા છે. કોરોનાના કેસો વધે નહી અને આવી ઘટના ફરી જીલ્લા માં નહી બને તેને લઇ તંત્ર પણ સતત કામ કરી રહ્યું છે.
જોકે મહેતા પરિવારે કરેલી પુત્રવધુ ને જીવનદાન આપવાની ઉતમ કામગીરીથી લોકો પણ સીખ મેળવશે તેવું ચોક્કસ કહી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર