લોકો સામાન્ય રીતે બગી ઉપર બેસીને કાતો સજાવેલી કારમાં વરરાજા ની જાન કાઢતા હોય છે. પરંતુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલીયારી ગામ ખાતે વરઘોડામાં કંઈક અલગ જ ચામ જોવા મળ્યો છે. જેમા જેસીબીમાં બેસીને સમગ્ર વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Navsari: હાલ જ્યારે લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે વિવિધ સમુદાયના લોકો અલગ અલગ રીતે લગ્નમાં નવા નવા નુસખાઓ અપનાવે છે. ફેશનેબલ વરરાજાની એન્ટ્રી કાતો નવીન રીતે દુલ્હન ને સજાવીને લગ્ન નું આયોજન કરાતું હોય છે, પરંતુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં લગ્નનું આયોજન કંઈક અલગ જ રીતે કરવામાં આવ્યું છે. લોકો સામાન્ય રીતે બગી ઉપર બેસીને કાતો સજાવેલી કારમાં વરરાજાની જાન કાઢતા હોય છે.નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલીયારી ગામ ખાતે વરઘોડામાં કંઈક અલગ જ ચામ જોવા મળ્યો છે. જેમા જેસીબીમાં બેસીને સમગ્ર વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલીયારી ગામના ધોડિયા પટેલ સમાજના યુવકે ગામમાં જ લગ્ન કરવા જાન કાઢી હતી , જે જાનમાં જાનૈયા અને ઢોલ નગારાતો હતા જ પરંતુ જેસીબીમાં નીકળેલી આ જાન લોકોમા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આદિવાસી પરંપરા અને વિધિ મુજબ લગ્ન કર્યા પરંતુ વરઘોડો જેસીબીમાં કાઢતા આસપાસના ગામના લોકોમાં પણ કુતુહલ જોવા મળ્યું હતું.
અનોખા વરઘોડાને જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા. ડીજેના તાલ સાથે વરઘોડો નીકળ્યો હતો જેમાં જેસીબીના આગળના ભાગે વરરાજો બેઠો હતો અને મેન્યુઅલી રીતે જેસીબી ચાલક દ્વારા આ ભાગને ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ કરતા આ સમગ્ર વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નવસારી જિલ્લામાં આ વરઘોડો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર