ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો આરવ જે એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આરવ હનુમાન ચાલીસાનું પઠન કળકળાટ કરે છે જેનો એક વિડીયો વાયરલ થયો છે
Navsari: ગ્લોબલાઇઝેશન યુગમાં, ટેકનોલોજીના ઝડપી વિકાસ અને આધુનિક જીવનશૈલીને અનુસારતા માતા-પિતા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને અંગ્રેજી માધ્યમનો ક્રેઝ દિવસે અને દિવસે વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ કડકડાટ અંગ્રેજી માધ્યમની કવિતાઓ તો ગાય છે પરંતુ ત્રણ વર્ષના નાના બાળકને હનુમાન ચાલીસાનું પાઠાંતર કરતા આપણે ભાગ્યે જ જોયું હશે ત્યારે આવો જોઈએ કોણ છે. આ નાનું બાળક અને કેવી રીતે એ હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યું છે.
આ છે ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો આરવ હર્ષ દેસાઈ જે એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આરવની ખાસિયત એ છે કે તે હનુમાન ચાલીસા નું પઠન કળકળાટ કરે છે જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલ આ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો એની સહાના કરી રહ્યા છે.
વિદેશી શિક્ષણ નીતિએ ભારતના પાશ્યાતક શિક્ષણ જગતનું ધનોધ પનોત કાઢી નાખ્યું છે ત્યારે આધુનિક શિક્ષણના રંગે રંગાયેલો દેશનું એક વર્ગ આધુનિક શિક્ષણ તરફ આંધળી ડોટ મૂકી રહ્યું છે. આધુનિક શિક્ષણના વ્યાપ વચ્ચે ગણદેવી તાલુકાના અમલસાડ ગામના એક નાનો છોકરો હનુમાન ચાલીસાનું પઠન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આધુનિક જમાનામાં પોતાનું બાળક અલગ કેવી રીતે રહે એવા પ્રયાસો વાલીઓ કરે છે પરંતુ અર્શના માતા પિતા કંઇક જુદી જુદી રીતે એની કેળવણી કરી રહ્યા છે તેઓ રાત્રના અને બપોરે આરામ કરતી વખતે એને હનુમાન ચાલીસા સંભળાવતા હતા જેનું રટણ કરતા કરતા આજે સાડા ત્રણ વર્ષ નો આરવ જાતે જ હનુમાન ચાલીસા બોલતો થઈ ગયો છે.
હનુમાન ચાલીસા ની સાથે સાથે તે ગાયત્રી મંત્ર અને અન્ય શ્લોક પણ બોલે છે હાલ તો એનો હનુમાન ચાલીસા બોલતો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને લોકો ખૂબ વખાણી રહ્યા છે. મહત્વનું છે કે આજકાલના નાના ટાબરીયાઓ અંગ્રેજી કવિતા અને ફિલ્મી ગીતો સૌથી વધુ ગાતા હોય છે પરંતુ અમલસાડ ગામનો આ નાનો દીકરો હનુમાન ચાલીસા ની સાથે સાથે અન્ય શ્લોકોનું પઠણ પણ કરે છે જે સાંસ્કૃત એટલે જાળવવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર