નવસારીઃ વિદ્યાર્થિનીના મામાએ સ્ટાફ સામે ફટકારતા બદનામીના ડરથી શિક્ષકે કર્યો આપઘાત

News18 Gujarati
Updated: March 2, 2019, 12:45 PM IST
નવસારીઃ વિદ્યાર્થિનીના મામાએ સ્ટાફ સામે ફટકારતા બદનામીના ડરથી શિક્ષકે કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

નવસારીની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કબીલપોરનાં રહીશે બદનામીની બીકે ઉંદર મારવાની દવા ખાઇને આત્મહત્યા કરી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ નવસારીની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કબીલપોરનાં રહીશે બદનામીની બીકે ઉંદર મારવાની દવા ખાઇને આત્મહત્યા કરી હતી. મૃતકના ભાઇએ આ સંદર્ભમાં તેનાં ભાઇને બે જણાએ માર મારી ધમકી આપતા તેણે આત્મહત્યા કરી હોવાનું રૂબરૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે ગત 47 વર્ષીય હાર્દિક જ્યંતિભાઇ જોષી નવસારીના રામનગર, કબીલપોરમાં રહેતા હતા. તેમણે 8 ફેબ્રુઆરીના રોજ ઘરમાં જ ઉંદર મારવાની દવા પી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું નિપજ્યું હતું. આ બાબતે ગુરુવારે મરનારનો ભાઇ મુકેશકુમાર જ્યંતિલાલ જોષીએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ ગેંગરેપની પીડિતા રહસ્યમય રીતે ગુમ, મોબાઇલ સ્વીચ ઓફ, ઘરને તાળાં

આ અંગે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો ભાઇ હાર્દિક જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. એ જ શાળાની એક વિદ્યાર્થિની સાથે પ્રેમસંબંધ હોવાની શંકા રાખી છોકરીના મામાએ શાળામાં જિે શાળાના સ્ટાફ રૂમમાં અન્ય શિક્ષકોની હાજરીમાં તેને બિભત્સ ગાળો આપી ગડદાપાટુંનો માર માર્યો હતો.

આ પણ વાંચોઃ-લગ્નની ખાતરી આપ્યા બાદ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યો યુવક, આવ્યું ગંભીર પરિણામ

આ બંને જણાએ હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. તેઓ જતા જતા હાર્દિકને વધુ માર મારવાની ધમકી આપી હતી. આ કારમસર તેમનાં ભાઇ હાર્દિકેઉંદર મારવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. પોલીસે આ ફરિયાદને આધારે વધુ તપાસ હાથધરી છે.
First published: March 2, 2019, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading