નવસારીનાં તારામતીબેનની ઉંમર 67 વર્ષની છે. આ ઉંમરે કરાટે અને બોક્સિંગમાં ભલભલાને પાણી ભરતા કરી દીધા છે. તારામતીબેન બાળપણથી બીમાર છે. તે કહે છે કે, મન મક્કમ રાખી રાખી પરસ્થિતીનો સામનો કરવો જોઇએ.
નવસારીનાં તારામતીબેનની ઉંમર 67 વર્ષની છે. આ ઉંમરે કરાટે અને બોક્સિંગમાં ભલભલાને પાણી ભરતા કરી દીધા છે. તારામતીબેન બાળપણથી બીમાર છે. તે કહે છે કે, મન મક્કમ રાખી રાખી પરસ્થિતીનો સામનો કરવો જોઇએ.
krushna salpure, Navsari: મેરુ ડગે પણ જેનાં મનના ડગે પાનબાઈ, ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે....ભજનની પંક્તિને તારામતીબેન રોણછોડભાઇએ સાર્થક કરી છે. તારામતીબેનની ઉંમર 67 વર્ષની છે. આ ઉંમરે કી બોક્સિંગ અને કરાટેમાં ભલભલાને પાણી ભરતા કરી દીધા છે.
તારામતીબેનને ખુંદની બીમારી, માર્શલ આર્ટ શિખે છે
67 વર્ષે વૃદ્ધ મહિલા તારામતીબેન નવસારી શહેરમાં એકલવાયું જીવન જીવે છે. પરંતુ તેમના મુખ પર જે ઉત્સાહ અને જોશ જોવા મળે છે તે આજના યુવાનોમા પણ જોવા મળતો નથી. તારામતીબેનને નાનપણથી ખુંદની બીમારી હતી. બાળપણમાં ખુંદ દેખાતી ન હતી. જયારે 20 વર્ષનાં થયા ત્યારે ખુંદ દેખાવા લાગી હતી. બાદ નિયમિત જીવન જીવવું ખુબ જ કઠિન થઇ ગયું હતું. પરંતુ 67 વર્ષની ઉંમરે કોઇ પણ પ્રકારનાં ડર કે સંકોચ વિના માર્શલ આર્ટ અને કિક બોક્સિંગ કરે છે.
લોકોને મનથી મક્કમ રહેવું જોઇએ: તારામતીબેન તારામતીબેને કહ્યું હતું કે, જીવનમાં કોઈપણ ઈજા થાય, કંઈ પણ મુશ્કેલી આવે તેનો સામનો કરવો જોઈએ. ન કે બેસી રહેવું જોઈએ. હંમેશા શરીરને એક્ટિવ રાખતા શીખવું જોઈએ. કસરત અને અલગ અલગ પ્રવૃત્તિમાં તેને જોડતા શીખવો જોઈએ. આજે મને ખુદની બીમારી છે.
મારી ઉંમર પણ વધુ છે. હું મનમાં એક જ વિચાર કરું છું કે હું સ્ટ્રોંગ છું.તમામ હંમેશા મનથી મક્કમ અને અડગ રહેવું જોઈએ અને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર