નવસારી : 'તારે દુ:ખ દૂર કરવું હોય તો શરીર સંબંધ બાંધવો પડશે,' તાંત્રિક જયેશ બાપુ સામે દુષ્કર્મની ફરિયાદ

તાંત્રિક જયેશ બાપુની પોલીસે અટકાયત કરી હતી.

તાંત્રિક જયેશ બાપુ સામે દુષ્કર્મની ફરિયાદ, વિધનાને બીમારી દૂર કરવાના બહાને હવસનો શિકાર બનાવી

 • Share this:
  ભાવિન પટેલ નવસારી : નવસારી પંથકમાં (Navsari) ફરી એક વાર તાંત્રિકે (Tantrik) મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ (Rape with Widow) હોવાની ફરિયાદ સામે આવી છે. નવસારીના ગણદેવીની (Gandevi Widow Raope case) વિધવા મહિલાને બીમારી દૂર કરવાના નામે તાત્રિત જયેશ બાપુએ હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદના પગલે ખળભળાટ મચી ગયો છે. હજુ તો નંદુરબારના તાંત્રિકે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં વિસ્તારમાં ફરી આવો બનાવ આવતા લોકો સામે જુવાળ ઊભો થયો છે. ગ્રામ્ય પોલીસે મહિલાની ફરિયાદના આધારે લંપટ જયેશ બાપુની અટકાયત કરી છે.

  આ ચકચારી બનાવની વિગત એવી છે કે ગણદેવી તાલુકાની એક વિધવા મહિલાએ જિલ્લા પોલીસ વડાને અરજી આપી હતી. મહિલાએ એવી સનસની વિગતો જણાવી હતી કે, નવસારી તાલુકાનાં રામલામોરાના પોતાને ધર્મગુરૂ જણાવી દુ:ખ દૂર કરવાના બહાને દુષ્કર્મ આચરી જો કોઈને આ વાત કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

  આ પણ વાંચો : Gold Silver Price : રાષ્ટ્રીય- વાયદા બજારમાં ફરી સોનાનો ભાવ ઘટ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી ઘટી

  તેઓ પહેલીવાર આ ભગતને મળવા ગયા હતા ત્યારે ફક્ત વાતચીત કરી હતી. બીજીવાર મળવા ગયા ત્યારે કથિક ઔષધિ આપી હતી અને પાછા મળવા બોલાવ્યા હતા. 20મી ઓકટોબરે જયેશ ભગતના મંદિરે ત્રીજી વાર ગઈ હતી અને મંદિરમાં સવારે 10થી સાંજે 6 કલાક સુધી બેસાડી રાખી હતી. મંદિરમાં સાંજે કોઈ ન હતું ત્યારે મારી જોડે શારીરિક અડપલા કર્યા હતા અને બાજુના ઘરમાં લઇ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હોવાનું અને આની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

  આ પણ વાંચો :  Gujrat Bypoll Result : કૉંગ્રેસ હોય કે BJP આ 5 નેતાઓના સ્ટાર બંને પક્ષમાં ચમક્યા, કારણ છે ખાસ

  જયેશ બાપુ મહિલાને કહેતો રહેતો કે દુખ દૂર કરવું હોય તો શારિરીક સંબંધ બાંધવા પડશે. બધા કિસ્સામાં આવનાર સ્ત્રી સાથે હું આવું જ કરું છું. આમ લંપટે અનેક મહિલાઓનું શિયળ લૂંટ્યુ હોવાની આશંકા છે. છ વર્ષ પહેલા જયેશબાપુનાં પિતા ચીમનબાપુનું સત્કાર્ય માટે નામ હતું. રામલામોરા ગામે લોકો તેમને ગુરુ તરીકે માનતા હતા પણ તેમના મૃત્યુ બાદ 6 વર્ષથી તેમનો પુત્ર જયેશ કહેવાતો બાપુ બનીન ધર્મના નામે લોકોના દુઃખ દૂર કરવા દર ગુરુવાર અને રવિવારે સભા ભરતો હતો. તેમનાં ખોટા કૃત્યનો ભોગ બનનાર કહેવા જતા તો જયેશ બાપુ સભામાં તેમનું અપમાન કરતો
  Published by:Jay Mishra
  First published: