નવસારી : ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે જીવન ટૂંકાવ્યું

News18 Gujarati
Updated: March 7, 2020, 8:09 AM IST
નવસારી : ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે જીવન ટૂંકાવ્યું
મૃતક કિરણ પટેલની ફાઇલ તસવીર

એક તરફ બીલીમોરાના ડૉક્ટર 26 વાર નાપાસ થયા છતાં 27મી વાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે વાંસદાના વિદ્યાર્થીએ નાસીપાસ થઈ ભર્યુ અંતિમ પગલું ભર્યુ

  • Share this:
નવસારી : હાલમાં રાજ્યમાં (Gujarat)માં ધોરણ-10 અને ધોરણ-12ની Boardની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લામાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. એક તરફ બોર્ડની પરીક્ષામાં (Board EXams)માં શારીરિક ક્ષમતાઓને પડકારીને પરીક્ષાને હરાવનારા વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા છે ત્યારે નવસારી (Navsari) જિલ્લામાંથી એક વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યુ છે. નવસારીના વાંસદા (vasanda)નાં મોટી વાલઝર ગામના યુવાને 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાની બીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું (suicide) છે.

આ બનાવની વિગત એવી છે કે નવસારી જિલ્લાના વાસંદા આદિવાસી વિસ્તારમાં મોટી વાલઝર ગામ આવેલું છે. આ ગામના એક આશાસ્પદ વિદ્યાર્થીનો તરકાણીના જંગલમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોનાં જણાવ્યા મુજબ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો હતો અને અગાઉ બે વાર નાપાસ થયો હતો. પરિવારને આશંકાછે કે વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે અંતિમ પગલું ભર્યુ હતું

આત્મહત્યા કરનાર વિદ્યાર્થી બાઇક ચલાવવાનો શોખીન હતો. તેણે સોશિયલ મીડિયા પર પોતાની સ્પોર્ટ્સ બાઇક સાથે અનેક તસવીરો શેર કરી હતી.


આ પણ વાંચો : GOOD NEWS : સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ અટવાશે તો પોલીસની PCR VAN પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે

દરમિયાન વાંસદાના તરકાણીના જંગલમાંથી વિદ્યાર્થીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અન્ય વિદ્યાર્થીઓને વિચલિત કરી શકે તેમ છે છતાં વિદ્યાર્થીઓને સીધો સંદેશ મળે કે આ પ્રકારનું પગલું ભરવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી તેથી આ અહેવાલ લોકો સુધી પહોંચવો જરૂરી છે.

આત્મહત્યા કરનાર વિદ્યાર્થી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. તેના વર્તન પરથી તે આ પ્રકારનું અંતિમ પગલું ભરશે તેવું પરિવારજનો કલ્પી શકતા નથી.
આ પણ વાંચો : પ્રેરણાદાયી કિસ્સો : 12 સાયન્સ પાસ ન કરી શકનાર નવસારીના ડૉક્ટર 27મી વાર બોર્ડની પરીક્ષા આપશે

બીજી બાજુ નવસારીના ડૉક્ટર 27મી વાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે

એક તરફ બોર્ડની પરીક્ષાના ડરથી વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરી અને જીવન ટૂંકાવ્યું છે ત્યારે નવસારીના જ ડૉક્ટર નીલ સોની ધોરણ 12 સાયન્સમાં 26 વાર નાપાસ થયા હોવા છતાં 27મી વાર પરીક્ષા આપી રહ્યા છે. તેમનું પ્રેરણાદાયી જીવન અનેક વિદ્યાર્થીઓ માટે આદર્શ છે. જ્યારે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ડૉ.સોની આદર્શ છે કે જીવનમાં કોશિષ કરવાથી ખરેખર સફળતા મળે છે અને હાર નથી થતી.

 
First published: March 7, 2020, 8:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading