નવસારી: રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરના આતંક (Stray cattle menace)ના કિસ્સા સામે આવી રહ્યા છે. બે દિવસમાં આવા બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં નવસારી (Navsari stray cattle hit student)ના બનાવમાં એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે જામનગર (Jamnagar stray cattle attack woman) ખાતે બનેલા બનાવમાં રખડતા ઢોરના હુમલા બાદ યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જામનગરનો બનાવ સીસીટીવી (CCTV footage) કેમેરામાં કેદ થયો છે. જ્યારે નવસારી ખાતે બનેલા બનાવમાં વિદ્યાર્થીના મોતથી તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
નવસારીમાં રખડતા ઢોરનો આતંક:
નવસારી શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેમાં રખડતા ઢોરે અડફેટે લેતા એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ખડસુપા ખાતે રહેતા અને બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યો છે. 20 વર્ષીય વિશાલ હળપતિ (Vishal Halpati)નું કાલિયાવાડી પાસે સવારે અકસ્માતમાં મોત થયું છે. રખડતા ઢોરે અડફેટે લેતા વિશાલને અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં ભૂતકાળમાં પણ રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ થયા છે. જોકે, હજુ પણ સમસ્યા ઠેરની ઠેર રહી છે. રખડતા ઢોરોએ શહેરીજનોના નાકે દમ કરી દીધો છે.
બીજા એક બનાવમાં જામનગર ખાતે રખડતા ઢોરે એક યુવતી પર હુમલો કર્યો છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ બનાવ ચૌહાણ ફળી ખાતે બન્યો છે. ઢોરના હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવતી શેરીમાં જઈ રહી હોય છે ત્યારે એક ગાય સામેથી દોડી આવીને તેણી પર હુમલો કરી દે છે.
જામનગરમાં ગાયનો યુવતી પર હુમલો
આ દરમિયાન અન્ય એક યુવતી તેને બચાવવા દોડે છે. જોકે, ગાય કિશોરીને છોડતી નથી અને યુવતી પર હુમલો કરવાનું ચાલુ જ રાખે છે. આ દરમિયાન આસપાસના લોકો પણ દોડી આવે છે, પરંતુ ગાય હુમલો કરવાનું ચાલુ જ રાખે છે. ગાયના હુમલાથી કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
બચાવવા દોડી આવી યુવતીને ઢીંકે ચઢાવી
આ અંગે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ગાય યુવતી પર બે મિનિટ સુધી હુમલો કરતો રહ્યો હતો. આ દરમિયાન યુવતીને બચાવવા દોડી આવેલી બીજી યુવતીને પણ ગાયે ફંગોળી દીધી હતી. યુવતીને ગાયે બે વખત ઢીંક મારી હતી પરંતુ તેણી યુવતીને છોડાવવા માટે સતત પ્રયાસ કરતી રહી હતી. આ દરમિયાન બીજા લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે યુવતીને છોડાવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર