Home /News /south-gujarat /વાપીમાં ડિમોલિશનની કામગીરી વખતે બબાલ, ટીમ અને જેસીબી પર પથ્થરમારો

વાપીમાં ડિમોલિશનની કામગીરી વખતે બબાલ, ટીમ અને જેસીબી પર પથ્થરમારો

અસામાજિક તત્વોએ નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો હતો

Vapi demolition: અસામાજિક તત્વોએ નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો, સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી

    વાપી: વાપી નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં નવા આરસીસી રોડ બનાવવા માટે રોડ પરના દબાણો હટાવવાની કામગીરી દરમિયાન શાકભાજી માર્કેટમાં કેટલાક અસામાજિક તત્વોએ નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો હતો. બનાવને પગલે થોડા સમય સુધી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કડક કાર્યવાહી કરી પરિસ્થિતિ થાળે પાડી હતી.

    શાકભાજી માર્કેટમાં ડિમોલિશનની કામગીરી

    બનાવની વિગત મુજબ, વાપી નગરપાલિકા દ્વારા વાપીના શાકભાજી માર્કેટમાં નવા આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. નવા રોડ બનાવવા માટે શાકભાજી માર્કેટમાં રોડ પરના કેટલાક દબાણો નડતરરૂપ હોવાથી આજે પૂરી તૈયારી સાથે વાપી નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીનથી શાકભાજી માર્કેટમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.


    આ પણ વાંચો: પ્રિકોશન ડોઝ લેવા લાંબી કતારો લાગી; કોરોનાનો નવા વેરિયન્ટ કેમ ઘાતક નથી?

    નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો

    આ દરમિયાન અચાનક જ કેટલાક અસામાજિક તત્વોએ નગરપાલિકાની ડિમોલિશનની કામગીરીમાં જોડાયેલી નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો હતો. જેને કારણે જેસીબી મશીનના ઓપરેટરને સામાન્ય ઇજા થઈ હતી. બનાવને પગલે થોડા સમય સુધી શાકભાજી માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો શાકભાજી માર્કેટમાં ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે કડક કાર્યવાહી કરે પરિસ્થિતિ થાળી પાડી હતી.

    જોકે, બનાવની જાણ થતાં જ વાપી નગરપાલિકાના સત્તાધીશો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે નગરપાલિકાની ટીમ પર હુમલો કરી અને જેસીબી મશીનમાં તોડફોડ કરનાર લોકો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી માટેની કામગીરી હાથ ધરી હતી. આમ વાપીની જૂની શાકભાજી માર્કેટમાં નવા આરસીસી રોડની કામગીરી દરમિયાન ડિમોલિશનની કાર્યવાહી વખતે નગરપાલિકાની ટીમ પર થયેલા હુમલાને કારણે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bulldozer Demolition Drive, Gujarat News, Vapi News