Home /News /south-gujarat /

Navsari Heavy Rain: નવસારી જળબંબાકાર, વીડિયોમાં જુઓ પૂર્ણા નદીનો આકાશી નજારો

Navsari Heavy Rain: નવસારી જળબંબાકાર, વીડિયોમાં જુઓ પૂર્ણા નદીનો આકાશી નજારો

પૂર્ણા નદીનો આકાશી નજારો

Navsari Purna river flood: નવસારી જિલ્લામાં વરસાદી આફત બાદ હવે પૂરના પાણીના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. કાવેરી નદીના પૂરના પાણીએ ગણદેવી તાલુકામાં કહેર વર્તાવ્યો છે.

    નવસારી: છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ (Navsari heavy rain)થી નવસારી શહેર જળબંબાકાર થઈ ગયું છે. ગુરુવાર સાંજની સ્થિતિએ નવસારી શહેરનો આશરે 30 ટકા હિસ્સો પાણીમાં હતો. નવસારીમાંથી પસાર થતી ત્રણેય નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અંબિકા (Ambika river), પૂર્ણા (Purna river) અને કાવેરી નદી (Kaveri river)માં ધસમસતા પૂર્ણ આવ્યા છે. પૂર્ણ નદીમાં સતત ચોથી વખત પૂર આવ્યું છે. પૂર બાદના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પૂર્ણા નદીનો આકાશી નજારો (Purna river drone visual) સામે આવ્યો છે જેના પરથી પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ લગાવી શકાય છે.

    નવસારી જિલ્લામાં વરસાદી આફત બાદ હવે પૂરના પાણીના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. કાવેરી નદીના પૂરના પાણીએ ગણદેવી તાલુકામાં કહેર વર્તાવ્યો છે. આંતલિયાથી ઉંડાચ તેમજ નેશનલ હાઇવે નંબર 48 પર જતા માર્ગ પર કાવેરી નદી પર આવેલા બ્રિજમાં ક્રેક પડી છે. પુલના પિલ્લરમાં ક્રેક થતા પુલનો એક ભાગ જ બેસી ગયો છે. પુલને નુકસાન પહોંચતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પુલનો ભાગ બેસી જતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ બંધ થતા શાળા, કોલેજ તેમજ નોકરિયાત વર્ગને મુસાફરી માટે 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે.

    એનડીઆરએફનું બચાવ અભિયાન


    નવસારી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે ગણદેવી તાલુકાના ભાઠા પંચાયતના ડુંગરી ફળિયા ખાતે એનડીઆરએફ પહોંચી છે. ભાઠા પંચાયતના ડુંગરી ફળિયામાં અંદાજીત 15થી વધુ લોકો ફસાયા હોવાથી એનડીઆરએફ રેસ્ક્યૂ માટે પહોંચી છે.


    મેઘ તાંડવ બાદ સફાઈ અભિયાન


    નવસારી શહેરમાં મેઘ તાંડવ બાદ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. આશરે 300 સફાઈ કામદારો શહેરની સાફ સફાઈમાં જોતરાશે. આ માટે દરેક ઘરમાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવશે. નવસારીની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત ઝોન રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપલે નવસારીના અધિકારીઓ સાથે બેઠક કરી છે.


    અતિગંભીર સ્થિતિનું નિર્માણ


    ભારે વરસાદ બાદ નવસારીમાં ચિંતા વધી છે. બીજી તરફ ગંગેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સમગ્ર મંદિર જળમય થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શહેરના માર્ગો પર એક માળ સુધી પાણી ભરાયાં છે. શાંતાદેવીમાંથી 5,000 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે.


    તંત્ર સાબદું બન્યું


    નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પૂરનું સંકટ છવાયું છે. જેના પગલે નગરપાલિકા તંત્ર સાબદું થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને વહેલીતકે સુરત શહેર ખસી જવા વિનંતી કરવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, ગુજરાત, ચોમાસુ, નવસારી, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन