રાજન રાજપુતઃ નવસારી જિલ્લાના સદલાવ ગામમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. 2 લોકોના મોત થતા તંત્રએ હરકતમાં આવી ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું છે.
નવસારી જિલ્લાના સદલાવ ગામમાં કોલેરાના બે પોઝિટિવ કેસ મળી આવતા આખરે તંત્ર દ્વારા વિસ્તાર ને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.ગઈકાલે ગામમાં બે ઈસમો ના એક સાથે મોત થતા તંત્ર હરકત મા આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાંથી પાણીના અને સ્ટુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કોલેરાના કેસ પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી.
ગામમાં પીવા ના પાણી સ્ત્રોત કુવા અને બોર બંધ કરાવી બેઝ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.તો બીજી તરફ તકેદારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ, ખડસુપા, સરપોર, પારડી, નવાતળાવ અને અંબાડા સહિત છ ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર