નવસારી: લાઇનોમાં ઊભા રહીને વેચાતું લેવું પડે છે પાણી!

News18 Gujarati
Updated: April 28, 2019, 5:36 PM IST
નવસારી: લાઇનોમાં ઊભા રહીને વેચાતું લેવું પડે છે પાણી!
લાઇનોમાં ઊભા રહીને વેચાતું લેવું પડે છે પાણી

નવસારી પાલિકા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે

  • Share this:
રાજન રાજપૂત, નવસારી: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે પ્રજાને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યાં છે. નવસારી પાલિકા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. આવામાં લોકોને લાંબી લાઇનોમાં ઊભા રહીને વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે.

ઉનાળાની શરૂઆત થતાં જ નવસારીમાં પીવાના પાણી માટે બુમરાણ મચી છે. શહેરના અનેક વિસ્તારોમાં પીવાલાયક પાણી ન આવતું હોવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમી વિસ્તારમાં આવતાં વોર્ડ નંબર 1, 7 અને 8ના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં સાંજના છ વાગતાં જ શરૂ થાય છે પાણી નો વેપાર. મોટેભાગે નોકરિયાત વર્ગના લોકો આ વિસ્તારમાં રહેતા હોવાને કારણે સાંજના સમયે એટલે કે નોકરી ઉપરથી ઘરે પરત ફર્યા બાદ મહિલા હોય કે પુરુષ તમામ પીવાના પાણી માટે દોડ મૂકે છે.

આ પણ વાંચો: તાપી શુદ્ધીકરણના સંદેશ માટે નદી તટેથી પ્લાસ્ટિકની 4,000 બોટલ વીણી તરાપો બનાવ્યો

છેલ્લા છથી સાત માસ જેટલા સમયથી આ સમસ્યા ભોગવી રહેલા લોકો પાલિકા ખાતે વારંવાર રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ નવસારી નગરપાલિકાના સાશકો હજુ માત્ર યોજનાઓ જ ગણાવી રહ્યા છે. સાથે જ આખું શહેર પાણી વેચાતું લઈને પીવે છે. પાલિકા દ્વારા કરોડો રૂપિયા પીવાના પાણીની યોજનાઓ પાછળ ખર્ચાઈ ચુક્યા છે. પરંતુ વર્ષો જૂની આ સમસ્યાનું નિવારણ હજુ સુધી નથી આવી શક્યું.

 
First published: April 28, 2019, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading