ભંગારમાંથી સ્કૂટર બનાવ્યું જે હાલ બીલીમોરામાં આકર્ષકનું કેન્દ્ર બન્યું છે
સેજલ ભાઈને આ સ્કૂટર બનાવતા બે મહિના જેટલો સમય થયો હતો. માત્ર 15000 રૂપિયામાં સ્કૂટર તૈયાર થયું છે. આજે બજારમાં લાખો રૂપિયાના દ્વિ-ચક્રીય વાહનો મળી રહ્યા છે ત્યારે આજે સેજલભાઈ પટેલે ભંગારમાંથી માત્ર 15000માં 3 સીટવાળું સ્કૂટર તૈયાર કર્યું છે.
Krushna salpure, Navsari: આજનો યુવા સોશિયલ મીડિયાનાં ઉપયોગ થકી પોતાના સપના સર કરતો થયો છે અને અવનવી વસ્તુ કેવી રીતે બનાવી શકાય તે શીખે છે. નવસારી જિલ્લાનાં બીલીમોરા પાસે આવેલા ઉડાચ ગામનાં યુવાનની કહાની કંઇક આવી જ રસપ્રદ છે.
નવસારી જિલ્લાના બીલીમોરા પાસે આવેલા ઊંડાચ ગામનાં 30 વર્ષીય યુવાન સેજલભાઈ પટેલે youtubeનાં માધ્યમથી ભંગારમાં પડી રહેલી વસ્તુઓમાંથી સ્કૂટર બનાવ્યું છે. આ સ્કૂટર 3 સીટર છે.
યુવાનનું આ સ્કૂટર બીલીમોરા ખાતે એક આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. સેજલભાઈ પટેલએ એમ.એસ.સી (M.Sc) સુંધી અભ્યાસ કર્યો છે. તેમને પહેલેથી જ youtube અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી અવનવી વસ્તુ બનાવવાનો શોખ છે.તેમણે ભંગારમાં પડેલ વસ્તુ અને સ્કૂટરમાંથી ત્રણ સીટર સ્કૂટર બનાવ્યું છે. જે હાલ બર્થ ડે પાર્ટી,કોલેજ પાર્ટી, લગ્ન પ્રસંગમાં આ સ્કૂટરની ખૂબ જ માંગ વધી છે, જેના ઉપર પ્રસંગમાં આવેલા તમામ લોકો સેલ્ફી લઈ રહ્યા છે,
સેજલ ભાઈને આ સ્કૂટર બનાવતા બે મહિના જેટલો સમય થયો હતો. માત્ર 15000 રૂપિયામાં સ્કૂટર તૈયાર થયું છે. આજે બજારમાં લાખો રૂપિયાના દ્વિ-ચક્રીય વાહનો મળી રહ્યા છે ત્યારે આજે સેજલભાઈ પટેલે ભંગારમાંથી માત્ર 15000માં 3 સીટવાળું સ્કૂટર તૈયાર કર્યું છે. આ સ્કૂટર જોઈને ગોલમાલ થ્રી મૂવીની યાદ અચૂક આવશે.
ન્યૂઝ 18 સાથે સેજલ કુમારે વાત કરતાં જણાવ્યું હતું કે હું youtube ના માધ્યમથી અવનવી વસ્તુ બનાવીને વિવિધ પ્રસંગો પાર્ટીમાં વસ્તુઓ ભાડે આપી તેમાંથી સારી એવી આવક મેળવું છું.સેજલ પટેલ ફ્લાવર્સમાંથી ડિઝાઇન બનાવે છે. આ વસ્તુઓ લગ્ન-પ્રસંગ, જન્મદિવસ તથા અન્ય પ્રસંગોમાં શણગારમાં ઉપયોગીમાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર