નવસારી: સિક્યુરિટી એજન્સીએ સરકારી કચેરીમાં ભરતી મેળાના નામે શરૂ કર્યો વેપાર

News18 Gujarati
Updated: May 16, 2019, 9:34 PM IST
નવસારી: સિક્યુરિટી એજન્સીએ સરકારી કચેરીમાં ભરતી મેળાના નામે શરૂ કર્યો વેપાર
વાંસદા તાલુકા પંચાયત કચેરી

ભરતીમેળાના નામે સ્થાનિક લોકો પાસે નોકરી મેળવવા માટે રજિસ્ટ્રેશનના નામે રૂપિયા 250 લેવા માંડ્યા

  • Share this:
રાજન રાજપુત, નવસારી: જિલ્લાના વાંસદા તાલુકા પંચાયત કચેરીમાંજ એક ખાનગી કંપનીને પોતાની દુકાન શરૂ કરી દીધી હતી. જોકે ન્યુઝ18 ગુજરાતીએ આ મામલો પ્રકાશમાં લાવતા તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી એ શુ કર્યું? જોઈએ.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પંચાયતના સરકારી મકાનમાં એક ખાનગી સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીએ પોતાની હાટડી ખોલી નાખી. અહીં ભરતીમેળાના નામે સ્થાનિક લોકો પાસે નોકરી મેળવવા માટે રજિસ્ટ્રેશનના નામે રૂપિયા 250 લેવા માંડ્યા. વાત અહીંથી અટકતી નથી રજિસ્ટ્રેશન બાદ ટ્રેનિંગના નામે રૂપિયા 9500થી લઈ વિસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી, અને સમગ્ર ઘટના ક્રમ સવારથી તાલુકા વિકાસ અધિકારીના નાક નીચે ચાલતો રહ્યો.

નવાઈની વાત એ છે કે, તેમને આવો કોઈ કેમ્પ તેમની કચેરી મા ચાલે છે તેની જાણ જ ન હતી. બીજી તરફ ભરતી મેળાના આયોજક કંપનીના ઉપસ્થિત પ્રતિનિધિ દ્વારા સરકારી કચેરીમાં પોતાની દુકાન ખોલવાની પરવાનગી હોવાનો દાવો રજૂ કરાયો, અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના તમામ તાલુકામાં આવા ભરતી મેળાનું આયોજન કરવા પરવાનગી આપી હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ ન્યુઝ18 ગુજરાતીએ સમગ્ર મામલા બાબતે ગંભીર સવાલ ઉઠાવતા નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિતના અન્ય અધિકારીઓ જ્યાં કેમ્પ ચાલતો હતો ત્યાં દોડી અવ્યા હતા, અને તાત્કાલિક ભરતીમેળો બંધ કરવા જણાવ્યું હતું. થોડા સમય ચાલેલી કસમકસ બાદ ભરતીમેળાના આયોજકો પોબારા ભણી ગયા હતા.

જોકે સૌથી મોટો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે, આવી હાટડી માંડવાની પરવાનગી જિલ્લા વિકાસ અધિકારી આપી શકે ખરા? શુ તાલુકા પંચાયત સરકારી કચેરીનો કોઈ આ રીતે ઉપયોગ કરી શકે ખરું.? આ સમગ્ર મામલે સરકારી અધિકારીઓની મિલીભગતમાં આવો વેપાર ચાલતા હોવાનો સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે ગંભીર બેદરકારી દાખવનાર વાંસદા તાલુકા વિકાસ અધિકારી આઈ.પી પટેલે એ આ મામલે મીડિયાને કઈ પણ કહેવાનીના પાડી દીધી હતી.
First published: May 16, 2019, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading