Home /News /south-gujarat /દર્શના જરદોશે કહ્યુ , 'માતા સમાન હિરા બા વિરૂદ્ધ કોઈ પ્રકારના આક્ષેપો સહન કરવામાં નહીં આવે'
દર્શના જરદોશે કહ્યુ , 'માતા સમાન હિરા બા વિરૂદ્ધ કોઈ પ્રકારના આક્ષેપો સહન કરવામાં નહીં આવે'
દર્શના જરદોશના આપ પ્રહાર(ફાઈલ તસવીર)
AAP VS BJP: નવસારીમાં ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવસારીમાં સુરતમાં સાંસદ દર્શના જરદોશ કહ્યું હતુ કે માતા સમાન હિરા બા કોઈ પ્રકારના આક્ષેપો સહન કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આપ ગુજરાત અધ્યક્ષ ઈટાલિયાએ હિરા બા વિરૂદ્ધ વિવિદ અપશબ્દો બોલ્યા હતા.
નવસારી: ગુજરાતમાં અત્યારે ભાજપની ગૌરવ યાત્રા ચાલી રહી છે, ત્યારે ગૌરવ યાત્રા નવસારીમાં પહોચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ સાથે નવસારીમાં સુરતનાં સાંસદ અને કેન્દ્રીય રેલ અને ટેક્સટાઈલના રાજ્યમંત્રી દર્શના જરદોશે પ્રજાને સંબાધતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સહિત આપ પાર્ટી પર વાક્ પ્રહારો કર્યા હતા. દર્શનાએ કહ્યુ હતુ કે, માતા સમાન હિરા બા કરવામાં આવતા કોઈ પણ પ્રકારના આક્ષેપને ચલાવામાં નહી આવે. પ્રધાનમંત્રીની માતા વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપવાનું ગુજરાતની પ્રજા જાણે છે.
દર્શના જરદોશે આપ નેતા ઈટાલિયાને આડા હાથે લીધા
છેલ્લા ઘણા સમયથી આમ આદમી આર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પર ભાજપ હાલ આપ ને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ગોપાલ ઈટાલિયાનો વીડિયો ચૂંટણી ટાણે વાયરલ થયો છે. જેના અનુસંધાને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તેમને સમન્સ આપ્યા હતા. ઈટાલિયાના હાજર થયા બાદ દિલ્હી પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી. જેથી મામલે હાલ આમ આદમી પાર્ટી ઈટાલિયાના સમર્થનમાં આવી છે. તો બીજી બાજુ ભાજપ પણ ઈટાલિયાનો ભારે વિરોધ કરી હતી છે. નવસારીમાં ભાજપની ગૌરવ યાત્રામાં દર્શના જરદોસે ઈટાલિયા અને આપ પાર્ટીને આડા હાથે લીધી હતી.
જનસભાને સંબોધન કરતા દર્શનાએ કહ્યું કે, 'જે માતાએ 100 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હોય, જે માતા પોતાના પુત્રને વર્ષમાં ભાગ્યે જ એક વાર મળે છે અને વડાપ્રધાનના નિવાસસ્થાને પણ રહેતી નથી. તેમને રાજકારણમાં ખેંચીને અપમાનિત કરવા એ આમ આદમી પાર્ટીની હળવી માનસિકતા દર્શાવે છે. ભાજપ મહિલા મોરચા દ્વારા પણ તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. માતા સમાન હીરા બા કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરવામાં આવશે તો તેને ચાલાવી લેવામાં નહી આવે. અને આવા અપમાનનો જવાબ તો આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા આપશે.
ઇટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ પણ કરી હતી
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલતા દેખાતા હતા. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી હતી. જેથી, ગુરૂવારે ગોપાલ ઇટાલિયાને આયોગ સામે હાજર થયા હતા. આ અંગે ગુજરાત આપે ટ્વિટરમાં શેર કરેલી તસવીરમાં જણાવ્યા પ્રમાણે, ગોપાલ ઇટાલિયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર